તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્લેષણ:ભાવનગરમાં ભાજપે કોંગ્રેસ પાસેથી 10 બેઠક આંચકી, મેયર પદ માટે વર્ષાબા અને કીર્તિ ધાણીધારીયાનું નામ મોખરે

ભાવનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૉંગ્રેસને ગત ટર્મમાં 18 બેઠકો મળી હતી અને આ વખતે 10 બેઠકોની નુકસાની આવી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો લેહરાયો છે જેમાં ભાજપના ફાળે 44 બેઠકો આવી અને કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી હતી. આમ જોઇએ તો ભાજપ ગત ટર્મમાં 34 બેઠકો હતી અને આ વખતે 10 બેઠકોનો ફાયદો થયો છે કૉંગ્રેસને ગત ટર્મમાં 18 બેઠકો મળી હતી અને આ વખતે 10 બેઠકોની નુકસાની આવી છે. ભાજપમાંથી મેયર પદ માટે વર્ષાબા પરમાર અને કીર્તિ ઘાણીધારીયાના નામ મોખરે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપે ફરી એક વખત સત્તા હાંસલ કરી છે. 1995થી લઈને આજ સુધી એટલે કે સતત છઠ્ઠી વખત ભાજપને મનપામા સત્તા મળી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરી થયું હતું. કુલ મતદાન 49.47 ટકા થયું હતું. જોકે ધારણા કરતા મતદાન ઓછું થતા બન્ને પક્ષો ચિંતામા મુકાયા હતા. જોકે આજે મતગણતરી થતા ભાજપનો ભવ્ય વિજય થયો છે.

ભાવનગર મનપામાં 1995થી ભાજપનું લગાતાર શાશન છે. આ વર્ષે પણ ફરી એક વખત ભાજપને સત્તા મળી છે આજે મતગણતરીના અંતે ભાજપને 52માંથી 44 બેઠક મળી છે. જ્યારે માત્ર 8 બેઠક જ કોંગ્રેસને મળી છે. ભાવનગરમા ભાજપના દિગગજ નેતાઓ પ્રચાર માટે આવ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે ,જીતુ વાઘણી વગેરે પ્રચારમાં જોડાયા હતા.

ભાજપમાંથી વર્ષાબા પરમાર અને કીર્તિ ઘાણીધારીયાના નામ મોખરે
કોંગ્રેસ માંથી એક માત્ર શક્તિસિંહ ગોહિલ પ્રચાર માટે આવ્યા હતા પરંતુ તેઓ મતદારનું મન કલવામાં નિષ્ફળ રહ્યા છે. ભાવનગરમા કોંગ્રેસનો પરાજ્ય થતા જ શહેર પ્રમુખ પ્રકાશ વાઘણીએ પોતાનું રાજીનામુ ધરી દીધું છે. ભાવનગરમા હવે અઢી વર્ષ માટે સામાન્ય સીટ ગણી મહિલા મેયરનો વારો છે. જેમાં ભાજપમાંથી વર્ષાબા પરમાર અને કીર્તિ ઘાણીધારીયાના નામ મોખરે છે.

કૉંગ્રેસ માંથી પિતાની હાર અને પુત્રીની જીત
આમ બીજી બાજુ જોઈતો એક વોર્ડ નંબર 3 વડવા બમાંથી જે કૉંગ્રેસના ગઢ ગણાતો હતો. જયાં રાહીમભાઈ કુરેશી અને હિંમત મેણીયા હાર્યા છે અને આમ જોયે તો એમાં બીજી બાજુ વોર્ડ નંબર 9માં રાહીમભાઈ કુરેશીની પુત્રી જીતી ગઈ છે, આમ પિતાની હાર થઈ અને પુત્રી જીતી હતી. વોર્ડ નં. 5 કૃષ્ણનગર-રૂવા માં રાહીમભાઈ કુરેશીની પુત્રી શબાનાબેન વાહીદભાઈ ખોખર એ જીતી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો