તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણીની પંચાયત મહાસંગ્રામ 2021:જિલ્લા પંચાયતની 40 બેઠક પર 38 સભ્યો ભાજપે કર્યા ‘નો રિપીટ’, 2 મહિલા બેઠક પેન્ડિંગ

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સૌરાષ્ટ્ર સમાચારે પ્રસિદ્ધ કરેલા અહેવાલ પ્રમાણે ઉમેદવારો નો રિપીટ
 • 50 વર્ષથી નીચેનાની પસંદગી,એક પૂર્વ મહિલા સભ્ય રિપીટ, નવા નિશાળીયાના હાથમાં જિલ્લા પંચાયત

ભાવનગર જિલ્લા પંચાયતની ચુંટણી માટે ભાજપ દ્વારા આજે ઉમેદવારો જાહેર કર્યા છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિદ્ધ કરેલા અહેવાલ મુજબ જ એક સિવાય તમામ ઉમેદવારો નવા મુકી નો રિપીટની થિયરી અપનાવી છે. તેમાં પણ તમામ ઉમેદવારો 50 વર્ષથી નીચેના જ મુકવામાં આવ્યા છે. ઉમરાળા ગ્રામ્યની ઉમરાળા અને પાલીતાણા ગ્રામ્યની ઘેટી બેઠક કે જે બન્ને સ્ત્રી સામાન્ય બેઠક છે તેમાં રાજકીય ખેંચતાણને કારણે બન્ને બેઠકમાં ઉમેદવારો જાહેર કરવાના બાકી રાખ્યા છે.

ભાવનગર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ ઉમેદવારોમાં નવાને તક આપવામાં આવી છે. એક માત્ર સિહોર ગ્રામ્યની ઘાંઘળી બેઠકના મંગુબેન ભોળાભાઈ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગુબેન ચુડાસમા ગત ટર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખના દાવેદારની લાઈનમાં હતા.

ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારોમાં ગત ટર્મના સભ્યોના કોઈ સગા સબંધી નથી. પરંતુ અગાઉની ટર્મના સભ્યોના ચોક્કસ થોડા ઘણાં સગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા કરવામાં આવશે.

સંગઠનમાં હોદ્દો છતા ઉમેદવાર
ભાવનગર જિલ્લા પંચાયતની ચુંટણી માટે ભાજપ દ્વારા આજે જાહેર કરેલા ઉમેદવારોમાં સોનગઢ બેઠક પરથી જિલ્લા ભાજપના મહામંત્રી ભરતસિંહ દિલુભા ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી એક વ્યક્તિ એક હોદ્દાનો પણ ભાવનગર જિલ્લા ભાજપે નિયમ તોડી પ્રદેશ અધ્યક્ષની અવગણના કરી હોવાની નારાજગી ભાજપ કાર્યકરોમાં ફેલાઈ છે.

પૂર્વ સભ્યોના નહીં પરંતુ સગા તો લીધા
ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ચુંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા તેમાં સગાવાદને ચોક્કસ નાથવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપના આગેવાનો અને અગાઉના સભ્યોના સગાને તો ટિકિટ આપી જ છે. જેમાં પાટણા બેઠક પરથી દિલિપભાઈ શેટાના પત્ની મમતાબેન, સણોસરા બેઠક પર મુળજીભાઈ મિયાણીના પત્ની રૈયાબેન, ત્રાપજ બેઠક પર જીતુભાઈ ભટ્ટના ભાઈ રજનીકાંતભાઈ અને ગત ટર્મના ત્રાપજ બેઠકના સભ્ય કંચનબેન પંડ્યાના પતિ ભીમજીભાઈ પ્રેમજીભાઈ પંડ્યા કે જેઓ તળાજા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેઓને ટિકિટ આપવામાં આવી છે.

પંચાયત-પાલિકાની ચૂંટણીમાં 78 ફોર્મ ભરાયા
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4થા દિવસે ફોર્મ ઉપાડવાની ઝડપ વધી હતી. આજે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 66,તાલુકા પંચાયત માટે 411 અને નગર પાલિકા માટે 111 ફોર્મ ઉપડયા હતા જેથી અગાઉના ત્રણ દિવસ મળીને ચાર દિવસમાં કુલ 1838 જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો જયારે કેટલા ફોર્મ ભરાયા તે જોઇએ તો આજે જિ.પં.માં 03,તા.પં.માં 43 અને નગર પાલિકામાં 07 મળીને ચાર દિવસમાં કુલ 78 ફોર્મ ભરાયા હતા. સિહોર તાલુકા પંચાયત માટે 71 ફોર્મ ઉપડ્યા હતા એકપણ ફોર્મ ભરાયું નથી ત્યારે મહુવા નગરપાલિકાની 36 બેઠક સામે 199 તાલુકા પંચાયતની 34 સીટ સામે 229 અને જિલ્લા પંચાયતની 8 સીટ સામે 77 ઉમેદવારી પત્રો ઉપડ્યા હતા. તે પૈકી તા.પં.માં 3 અને જિ.પં.માં 2 ઉમેદવારી નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો