તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લા–તાલુકા પંચાયતની ચાલતી ચૂંટણી પ્રક્રિયામાં આજે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીને તાલુકા પંચાયતની 6 (છ) સીટો બિનહરીફ થયેલ છે. જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા,પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, મંત્રી રઘુભાઇ આહીરના પ્રયત્નોથી તાલુકા પંચાયત વલ્ભીપુરની 3 જેમાં ગીતાબેન કે. ઘોઘારી (મેલાણા), વર્ષાબેન એચ.ડાભી (નવાગામ-ગા), ગીતાબેન ડી.કળથિયા (દરેડ), જયારે ઉમરાળા તાલુકાની બે સીટ ગુણવંતીબેન એમ. મિસ્ત્રી(લંગાળા), સુરેશભાઇ એન.કુવાડિયા(રંઘોળા) અને જેસર તાલુકાની એક સીટ જેમાં નીરુભા સરવૈયા (કાંત્રોડી) બિનહરીફ વિજેતા થયેલ છે. આમ, ભાવનગર જિલ્લા ભાજપાને છ તાલુકા પંચાયતની સીટના વિજય સાથે પ્રારંભ થયો છે.
મહુવામાં કુલ 219 ઉમેદવારો ચૂંટણીના જંગમાં
મહુવા નગરપાલીકામાં આજે એક ઉમેદવારી પાછી ખેચાતા 9 વોર્ડની 36 સીટ ઉપર 80 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપાના 36, ભારાકોના 12, સમાજવાદીપાર્ટી(મહુવા વિકાસ સમિતિ)ના 24, આમ આદમી પાર્ટીના 5 અને અપક્ષ 3 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. મહુવા નગરપાલીકામાં વોર્ડ નં.1 થી 3 માં ભાજપા અને ભારાકો તથા વોર્ડ નં 4 થી 9 ભાજપા અને સમજવાદી પાર્ટી વચ્ચે જંગ રહેશે.મહુવા તાલુકા પંચાયતની 34 સીટ ઉપર 112 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. 34-34 ભાજપ અને ભારાકો અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જયારે જીલ્લા પંચાયતની મહુવા તાલુકાની 8 બેઠક ઉપર 27 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. તાલુકા-જીલ્લા પંચાયતમાં ભાજપા અને ભારાકો વચ્ચે ચુંટણી જંગ રહેશે.
તળાજામાં જિ.તા.માં ભા.જ.પ- કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર
તળાજા તાલુકામાં જીલ્લા પંચાયતોની આઠ બેઠકો અલંગ, ઠળીયા, સરતાનપર, દાઠા, ત્રાપજ, દિહોર, પીથલપુર અને પાવઠીમાં કુલ 24 ઉમેદવારો હવે મેદાનમાં રહયા છે. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે મુખ્ય ટકકર રહેશે જોકે દિહોર અને સરતાનપરની સીટ પર બહુપાંખીયા જંગમાં અન્ય ઉમેદવારો કોના મત કાપે તે જોવાનું રહયું. જયારે બાકીની બેઠકો પર સિધો મુકાબલો અથવા ત્રીપાંખીયો જંગ રહેશે.જયારે તળાજા તાલુકા પંચાયતોની 32 બેઠકોની ચુંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાનમાં રહયા છે. જેમાં ફુલસર અને સરતાનપરની બેઠકો પર ભાજપનાં બે અસંતુષ્ટે પણ ઉમેદવારી નોંધાવી છે.
વલભીપુર તા. પં.ની 3 સીટો બીનહરીફ થતા ભાજપના ફાળે
વલભીપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે તાલુકાની દરેડ, મેલાણા અને નવાગામ(ગા) ની બેઠક પરથી હરીફ કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા આ ત્રણેય સીટો ભાજપના ખાતામાં ગઇ છે. દરેડની બેઠક આદીજાતિ સ્ત્રી અનામત હોય ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઇ રાજકીય પક્ષનો ઉમેદવાર નહી મળતા આ સીટ ભાજપના ખાતામાં પ્રથમથી જ ગયેલ છે.
ગઇ કાલે વલભીપુર નગરપાલીકામાં વોર્ડ નં.6માં કોંગ્રેસનાં ઉમેદવાર વિનુભાઇ વઘાસીયાનાં હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીનાં રાજેશભાઇ બાબુભાઇ વઘાસીયાએ ચુંટણી અધિકારીને ભરેલ ફોર્મ અંગે લેખીત વાંધા અરજી આપ્યા બાદ મોડી સાંજે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવેલ હતા.વોર્ડ નં. 1-2 અને 6 માંથી આમ આદમી પાર્ટીના એક-એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવામાં આવેલ છે તેમજ વોર્ડ નં.3 માં 1 અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછુ ખેચતા તેમજ આ વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ કોઇ ઉમેદવાર ઉભો રાખેલ ન હોય ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઇ થશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.