તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સટ્ટાબજાર:ભાવનગર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં સટ્ટાબજારમાં ભાજપ ફેવરિટ, ભાજપ 35 અને કોંગ્રેસ 17 સીટો આવે તેવી ધારણા

ભાવનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2015માં 47.49 ટકા મતદાન થયું હતું, જ્યારે તેની સામે આ વખતે 2021માં 49.47 ટકા મતદાન થયુ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડના 211 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત 2015ની ચૂંટણી કરતાં બે ટકા મતદાન વધ્યું છે. 2015માં મનપાની ચૂંટણીમાં 47.49 ટકા મતદાન થયું હતું, જેના પરિણામે ભાજપને 34 અને કોંગ્રેસને 18 બેઠક પર જીત મળી હતી. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. જેમાં આમ આદમી પાર્ટીનો અંડર કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ 50 ટકા મતદાન થવાની શક્યતા હતી, પરંતુ તેની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું છે. સ્ત્રી કરતાં પુરુષ મતદારોનું સાત ટકા મતદાન વધ્યું છે.

નેતાઓની અપેક્ષા કરતાં ઓછું મતદાન
ભાવનગરમાં ગઇકાલે 49.47 ટકા જેટલું મતદાન થયું હતું, જે નેતાઓની અપેક્ષા કરતાં ઓછું થયું છે. અપેક્ષા કરતાં ઓછું મતદાન ભાજપ માટે નુકસાન સમાન માનવામાં આવી રહ્યું છે. જો વધુ મતદાન થયું હોત તો ભાજપને 40થી 42 બેઠક પર જીતની આશા હતી. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા બહુમતીના દાવા કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પૂરી થયા બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ
ભાવનગર મનપાની ચૂંટણી પૂરી થયા બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ જોવા મળી હતી. અગાઉ બુકીઓ ભાજપને 40થી 42 સીટ આવે એવી ધારણા બાંધતા હતા, પરંતુ મતદાન બાદ હવે બુકીઓ ભાજપને 35 સીટ આવશે એવું અનુમાન દર્શાવી રહ્યા છે. ચૂંટણી બાદ સટ્ટાબજારમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. સટ્ટાબજાર સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પહેલાં ભાજપને 40થી વધુ સીટ અથવા તો 42 સીટ આવવાની હતી અને એ મુજબના ભાવ ખૂલ્યા હતા, પરંતુ ધારણા મુજબ મતદાન નહીં થતાં હવે ભાજપને 35 સીટ આવશે અને 43 સીટ નહિ આવે એ પ્રમાણેના ભાવ ખૂલ્યા છે.

ચૂંટણી બાદ સટ્ટાબજારમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. ચૂંટણી પહેલાં બુકીઓએ કોંગ્રેસને 15 સીટ નહિ, પરંતુ 17 સીટ આવશે, એ પ્રમાણેના ભાવ ખોલ્યા હતા, પરંતુ ચૂંટણી બાદ હવે બુકીઓ કોંગ્રેસને 20 સીટ આવશે એવી ધારણા રાખી રહ્યા છે. કોંગ્રેસને 25 સીટ નહીં, પરંતુ 20 સીટ મળશે અને એ પ્રમાણે ભાવ બુકીઓએ ખોલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો