તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સમિતિના સદસ્યોની ચૂંટણી:ભાજપના કોર્પો.ને વિશ્વાસમાં લીધા નહીં કોંગ્રેસ પ્રમુખની ઉમેદવારીથી નારાજગી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર નિયુક્ત બાકી રહેલા બે સભ્યો પર ચેરમેન માટે મદાર
  • કોંગ્રેસના માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનનું રાજીનામું ભાજપની પસંદગીમાં સંકલનનો અભાવ પ્રદેશ સુધી પહોંચ્યો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યોની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગઇકાલે જ 12 સભ્યોના નિયુક્તિ પત્ર ભર્યા છે. પરંતુ કોંગ્રેસના પ્રમુખે ઉમેદવારી નોંધાવતા વિદ્યાર્થી પાખ, માઈનોરીટી સેલ સહિતના સેલ મોરચામાં અસંતોષ ફેલાયો છે અને માઈનોરીટી સેલના ચેરમેનએ તો રાજીનામું પણ ધરી દીધી છે. જ્યારે ભાજપ દ્વારા 11 ઉમેદવારોની પસંદગીમાં ખુદ મતદાર એવા નગરસેવકોને જ વિશ્વાસમાં નહિ લીધા હોવાની નારાજગી ફેલાઈ છે. ત્યારે સરકારમાંથી નિયુક્ત થઈ આવનારા બે સભ્યો ચેરમેન પદ માટે નિર્ણાયક સાબિત થશે.

ભાજપમાંથી 11 ઉમેદવારોને મેદાનમાં તો ઉતાર્યા પરંતુ ભાજપના 44 નગરસેવકો પૈકી કોઈને પણ ઉમેદવારો બાબતે ખ્યાલ ના હતો. ભાજપ સંગઠનના ઈન મીન ને તીન હોદ્દેદારો દ્વારા 11 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભાજપના નગરસેવકોને શિક્ષણ સમિતિના સભ્યો બાબતે વિશ્વાસમાં નહીં લેવાતા ભારે નારાજગી ફેલાયેલી છે. ભાજપના અનેક સક્રિય અને પીઢ કાર્યકરોની બાદબાકી કરી અમુક તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને સક્રિય બનેલાને શિક્ષણ સમિતિમાં સમાવેશ કરાતા કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે. સરકારમાંથી નિયુક્ત થઈને આવનાર બે પ્રતિનિધિઓ પૈકીને ચેરમેન પદ આપવાની હિલચાલ શરૂ છે.

સામાપક્ષે કોંગ્રેસમાં પણ ભાજપ કરતાં વધુ ગંભીર હાલત થઈ છે. સમિતિમાં માત્ર એક ઉમેદવાર માટે કોંગ્રેસના કોર્પોરેટરો, વિદ્યાર્થી સંગઠન,સેલ મોરચા સહિતમાં ભારે ખેંચતાણ રહી હતી. તેવામાં ખુદ શહેર કોંગ્રેસના પ્રમુખે ઉમેદવારી નોંધાવતા વધુ હોબાળો મચ્યો છે. શહેર કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન અનવરખાન પઠાણે માઇનોરીટી સમાજમાંથી ઉમેદવારની પસંદગી નહીં કરાતા નારાજ થઈ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધુ છે. સાથોસાથ ચિત્રા ફુલસર અને કુંભારવાડા વોર્ડમાંથી પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ રાજીનામું આપવાની ગતિવિધિઓ તેજ બની છે.

અન્ય સમાચારો પણ છે...