તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ:ભાજપ, નહીં થયેલા કાર્યો કરવા માટે સંકલ્પ પત્રમાં થયા કટિબદ્ધ

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - Divya Bhaskar
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
 • શિક્ષણ મંત્રી ચુડાસમાએ કર્યું વિમોચન
 • ઉત્તર કૃષ્ણનગર અને કુંભારવાડામાં ચાલતા ઉદ્યોગમાં હવે રાહતની ખાત્રી

મહાનગર પાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજે પ્રજાને આંબા-આંબલી દેખાડતા કાર્યો કરવા માટે કટિબદ્ધતા દેખાડી શિક્ષણ મંત્રીએ સંકલ્પ પત્ર બહાર પાડ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં કરેલા વિકાસ કાર્યો દર્શાવી અને બાકી રહી ગયેલા કાર્યો માટે કટિબદ્ધતા દેખાડી આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કર્યું હતું. સંકલ્પ પત્રમાં ભાજપના શાસનમાં નહી થયેલા કાર્યો કરવા માટે સંકલ્પ કર્યો હતો.

જેમાં ઇન્દોર જેવા શહેરને રોલ મોડલ તરીકે સ્વીકારી સ્વચ્છતા જાળવવા, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાયર સેફટી, બગીચા પાર્ક માટે મિશન પ્રકૃતિપ્રેમ, ક્વિક રિસ્પોન્સ સેલ માટેના કાર્યો માટે સંકલ્પ કર્યો હતો જ્યારે રોડના અધુરા કામો, બિલ્ડીંગ, રોશની, ડ્રેનેજ, આવાસ યોજના અને ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શાસક પક્ષ પર લીઝ પટ્ટામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે ત્યારે તેનું સરળીકરણ અને ઉત્તર કૃષ્ણનગર તેમજ કુંભારવાડા વિસ્તારમાં ચાલતા ગૃહ ઉદ્યોગો પર શાસકોએ કોમર્શિયલ ટેક્સ લાદી ગરીબ માણસોની કમર તોડી નાખી છે ત્યારે અવારનવાર રજૂઆતો અને માગણી છતાં વેરામાં રાહત નહીં આપેલી તે આગામી દિવસોમાં રાહત આપવા માટે કટિબદ્ધતા દેખાડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો