તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કટોકટીમાં વિજય:ઘેટી બેઠક પર માત્ર 3 મતથી ભાજપના ઉમેદવારનો વિજય

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા તાલુકા પંચાયતની ઘેટી ગામની સીટ પર ભાજપના દયાબેન પ્રકાશભાઇ ગેંગડીયાનો માત્ર ત્રણ મતથી વિજય થયો હતો.તેઓએ કુલ 1714 મત મેળવ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી મંજુલાબેન રસીકભાઇ સરવૈયાને 1711 મત મળ્યા હતા.

પાલિતાણા તાલુકાની ઘેટી જિલ્લા પંચાયતની બેઠક પર શોભનાબેન પોપટભાઇ લાઠીયા ભાજપ તાલુકા પ્રમુખના પત્ની છે જેઓ વિજેતા થયેલા છે જેમને પાલિતાણા તાલુકા કોંગ્રેસ પ્રેમજીભાઇ ભીલના પત્ની સુધાબેનને હરાવ્યા હતા.આ ઉપરાંત કોંગ્રેસના અગ્રણી અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહીલ પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે ચૂંટણી પ્રચાર માટે આવેલા જયાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મેહુરભાઇ લવતુકાના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઇ લવતુકા જિલ્લા પંચાયતની નોંઘણવદર બેઠક પર ચૂંટણી લડતા હતા તેમણે પાલિતાણા ગ્રામ્ય ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઇ શિહોરા સામે હારનો સામનો કરવો પડય હતો.

અન્ય સમાચારો પણ છે...