વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે ભાજપ દ્વારા દેશભરમાં સુશાસનના આઠ વર્ષની સિદ્ધિઓ સાથે ઉજવણી કરી રહ્યું છે. વિકાસની હરણફાળની ગુલબાંગો વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાનો વિકાસ રૂંધાયો છે. અનેક મહત્વલક્ષી પ્રોજેક્ટે ખોરંભે ચડ્યા છે. આઠ વર્ષ પૂર્વે કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં હોવાથી ભાવનગરના કનેક્ટિવિટી સહિતના પ્રોજેક્ટ અટક્યા હોવાનું બહાનુ બનાવતા ભાજપની છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં પણ સરકાર છે છતાં પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી.
ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, પ્લાસ્ટિક પાર્ક, જીઆઇડીસી, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, શિપ બિલ્ડિંગ પાર્ક, ભાવનગર તારાપુર રેલ્વે લાઇન, કલ્પસર યોજના, ભાવનગરનો મહત્વના રીંગરોડ સહિત અને પ્રોજેક્ટો અધૂરા પડ્યા છે તો ઘણા તો શરૂ પણ નથી થયા. જે સંદર્ભે સાંસદ ભારતીબેન શિયાળે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં ટેકનીકલ ક્ષતિ અને એજન્સીને કારણે વિલંબ થયો હોવાનું તેમજ ભાવનગર બોટાદ બ્રોડગેજ પણ આગામી સમયમાં લોકોને અર્પણ થવાનું જણાવ્યું હતું.
રોજગારીની રૂંધાયેલી તકો
ભાવનગરમાં છેલ્લા ઘણાં વર્ષોથી રોજગારીની નવી કોઈ તકો ઉભી થઈ નથી. નવા ઉદ્યોગો નિતી રીતિને કારણે ભાવનગરમાં આવવા પણ માગતા નથી. ભાવનગરના યુવાનો રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય શહેરોમાં જવુ પડે છે અને સાંસદે તાજેતરમાં યોજાયેલા વ્યવસાયિક તાલિમ કેન્દ્રના લોકાર્પણથી રોજગારી મળવાની વાતો કરી મન મનાવવા જેવું કર્યું હતું.
ભાજપે સરકારની આ સિદ્ધિઓ ગણાવી
સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જેવી કે, કાશ્મીરમાં હટાવેલી 370 ની કલમ, ઉજ્વલા યોજના, મા અમૃતમ કાર્ડ, નલ સે જલ, મુસ્લિમ મહિલાઓ માટે ત્રણ તલાક, ઘરે ઘરે વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.