ભાજપનુ આશ્વાસન:ગોળીબાર નજીક સ્ટ્રીટ વેન્ડર ઝોન નહીં બનાવવા ભાજપે આપેલી ખાત્રી

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુપેન્દ્રસિંહે મદનમોહન બાપુને આપેલી ખાત્રી

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા રૂપાણી વિસ્તારમાં ગોળીબાર હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ વેન્ડર ઝોન બનાવવાની જાહેરાત કરી હતી.જેનો આ વિસ્તારના લોકો અને ગોળીબાર હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો.

આજે માજીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મંદિરના 113 વર્ષના મહંત પૂ.મદનમોહનદાસ બાપુની રૂબરૂ મુલાકાત લઇ આ સ્ટ્રીટ વેન્ડર ઝોન આ સ્થળે નહીં બને તેવી ખાત્રી આપી છે.મંદિરના નિયમિત દર્શને આવનાર માજી મંત્રીએ શહેર ભાજપ પ્રમુખ, સ્ટે ચેરમેન વગેરે સાથે વાત કર્યા બાદ મંદિરની આજુબાજુમાં સ્ટ્રીટ વેન્ડર ઝોન નહીં બનાવવાની ખાત્રી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...