તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે ભાજપે 52 ઉમેદવારો જાહેર કર્યા, 26 મહિલાઓને ટિકિટ અપાઈ

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરેક વોર્ડમાં 2 પુરુષ અને 2 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી
 • ભાવનગરમા ભાજપે 11 પૂર્વ નગરસેવકોને રિપિટ કર્યા, 41 નવા ચહેરાને તક આપી

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 13 વોર્ડ માટે 52 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાંથી 26 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. દરેક વોર્ડમાં 2 પુરુષ અને 2 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે મનપાની ચૂંટણીમાં 11 પૂર્વ નગરસેવકોને રિપિટ કર્યા છે, જ્યારે 41 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

પોતાના ઉમેદવારને ટિકિટ મળતા કાર્યકરો ગેલમાં
ભાવનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ જે ટિકિટ વાંચ્છુને ઉમેદવારી નથી મળી તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. જ્યારે યાદીમાં પોતાના મનગમતા ઉમેદવારનું નામ જોવા મળતા એ સમર્થકો ગેલમાં આવી ગયા છે અને હવે એડી ચોંટીનું જોર લગાવીને પોતાના ઉમેદવારને વિજયી બનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

આ રહ્યા ભાવનગર શહેરના 13 વોર્ડના ભાજપના 52 ઉમેદવાર
વોર્ડ 1-ચિત્રા-ફુલસર
કીર્તિબાળા હિતેશભાઈ દાણીધારીયા
નારી
હીરાબેન વિનોદભાઈ કુકડીયા
રાકેશભાઈ દુલાભાઈ બારૈયા
ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા

વોર્ડ 2 - કુંભારવાડા
વિલાસબેન અરવિંદભાઈ રાઠોડ
વર્ષાબેન પંકજભાઈ ઉનાવા
નરેશભાઈ કરશનભાઈ ચાવડા
બાબુભાઈ પોપટભાઈ મેર

વોર્ડ 3 - વડવા-બ
ઉષાબેન કિશોરભાઈ ગોિહલ
સેજલબેન મહેશભાઈ ગોિહલ
ઉપેન્દ્રસિંહ જામસિંહ ગોહિલ
લક્ષ્મણભાઈ મેપાભાઈ રાઠોડ

વોર્ડ 4 - ક.પરા
રતનબેન નરેશભાઈ વેગડ
નીતાબેન ધર્મેન્દ્રભાઈ બારૈયા
ગોપાલભાઈ આનંદભાઈ મકવાણા
ભરતભાઈ નાથાભાઈ મકવાણા

​​​​​​​વોર્ડ 5 - ઉ.કૃષ્ણનગર
ગીતાબેન નાનુભાઈ મેર
(રૂવા)લીલાબેન નરસિંહભાઈ કલીવડા
રાજુભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય
રમેશભાઈ બોઘજી રાઠોડ

વોર્ડ 6 - પીરછલ્લા
મનીષાબેન અમિતભાઈ વાઘેલા
યોગીતાબેન પ્રિયાંકભાઈ ત્રિવેદી
કૃણાલભાઈ (કુમાર) કે. શાહ
દિલીપભાઈ એન. જોબનપુત્રા

​​​​​​​વોર્ડ 7 - તખ્તેશ્વર
હીરાબેન હિંમતભાઈ વિંઝુડા
ભાવનાબેન ભાવેશભાઈ દવે
ભરતભાઈ મણીલાલ બારડ
ભાવેશ મહેન્દ્રભાઈ મોદી

વોર્ડ 8 - વડવા-અ
ભારતીબેન પંકજભાઈ બારૈયા
મોનાબેન ધર્મેન્દ્રભાઈ પારેખ
રાજેશકુમાર વિનોદરાય પંડયા
રાજેશભાઈ પોપટભાઈ રાબડીયા

​​​​​​​વોર્ડ 9 - બોરતળાવ
સવિતાબેન કિરીટસિંહ હાડા
વર્ષાબેન ઘનશ્યામભાઈ મોણપરા
અશોકભાઈ પોપટભાઈ બારૈયા
મહેન્દ્રસિંહ બળવંતસિંહ ગોિહલ

​​​​​​​વોર્ડ 10 - કાળિયાબીડ
વર્ષાબેન વિક્રમસિંહ પરમાર
શારદાબેન નાગજીભાઈ મકવાણા
પરેશભાઈ બળવંતભાઈ પંડયા
ધીરૂભાઈ ગણેશભાઈ ધામેલીયા

​​​​​​​વોર્ડ 11- દ. સરદારનગર
ભાવનાબેન અનિલભાઈ ત્રિવેદી
મોનાબેન પ્રવિણભાઈ મકવાણા
મહેશભાઈ મનુભાઈ વાજા
કિશોરભાઈ મોહનલાલ ગુરૂમુખાણી

​​​​​​​વોર્ડ 12 - ઉ. સરદારનગર
ઉષાબેન કલ્પેશભાઈ બધેકા
ભાવનાબેન જીતેન્દ્રભાઈ સોનાણી
યુવરાજસિંહ કનકસિંહ ગોિહલ
બુધાભાઈ ધુળાભાઈ ગોિહલ

​​​​​​​વોર્ડ 13 - ઘોઘા સર્કલ/અકવાડા ​​​​​​​
મૃદુલાબેન બનેસિંહ પરમાર
લીલાબેન દિનેશકુમાર ગોિહલ
કુલદિપભાઈ નવીનભાઈ પંડયા
પંકજસિંહ ભરતસિંહ ગોિહલ

ભાજપે જાહેર કરેલા ભાવનગર મનપાના ઉમેદવારો

એક વ્યક્તિ એક હોદ્દો પણ ન જળવાયું
પ્રદેશ ભાજપની ઉમેદવારો માટેની ગાઈડલાઈન મુજબ એક વ્યક્તિ એક હોદ્દાને પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલને બોરતળાવ વોર્ડમાંથી, શિક્ષણ સમિતિના સભ્ય હીરાબેન વિંઝુડાને તપ્તેશ્વર વોર્ડમાંથી અને વર્ષ 2010 થી 2015 માં કોર્પોરેટર બાદ હાલમાં શિક્ષણ સમિતિના સભ્ય અને હવે પુનઃ કાળિયાબીડ વોર્ડમાંથી વર્ષાબા પરમારને ટિકિટ આપવામાં આવી છે.

ક્યાં વોર્ડમાં તમામ નવા ઉમેદવારો ?
À વડવા-બ À કરચલીયા પરા À ઉત્તર કૃષ્ણનગર À તખ્તેશ્વર À ઘોઘા સર્કલ

કોને પરિવારમાં ટિકિટ ?
ડી.ડી. ગોહેલના પત્ની લીલાબેન ગોહેલને ઘોઘાસર્કલ વોર્ડમાં ,યોગીતાબેન પંડ્યાના પુત્ર કુલદીપ પંડ્યાને ઘોઘાસર્કલ વોર્ડમાંથી ,ગીતાબેન વાજાના પતિ મહેશભાઈ વાજાને દક્ષિણ સરદારનગરમાંથી ,અનિલભાઈ ત્રિવેદીના પત્ની ભાવનાબેન ત્રિવેદીને દક્ષિણ સરદારનગરમાંથી,કાંતાબેન મકવાણાના ભત્રીજા ગોપાલભાઈ મકવાણાને કરચલીયા પરામાંથી

​​​​​​​કોને કોને કાપ્યા?
મનહરભાઈ મોરી ,કલ્પેશભાઈ વોરા ,કાંતાબેન મકવાણા ,જલ્વીકાબેન ગોંડલીયા ,આશાબેન બદાણી ,હરેશભાઈ મકવાણા ,લીલાબેન ખીજડીયા ,દિવ્યાબેન વ્યાસ ,ડી.ડી. ગોહેલ ,શીતલબેન પરમાર ,ઉર્મિલાબેન ભાલ ,નિમુબેન બાંભણિયા ,અભયભાઈ ચૌહાણ ,યોગીતાબેન પંડ્યા ,હિતેશકુમાર સોલંકી

​​​​​​​કોંગ્રેસમાંથી ભાજપના 24 કલાકના ખેલમાં ટિકિટ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો પરંતુ કરચલીયા પરા વોર્ડના કોંગ્રેસના નગરસેવિકા ગીતાબેન મેરે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હજુ આજે બપોરે ભાજપમાં જોડાયા અને સાંજે તો તેઓને ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાંથી ટિકિટ પણ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો