તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સર્વેની કામગીરીમાં તળાજામાં બહેનોને થયા કડવા અનુભવો, બહેનોને જોખમી કામગીરીમાંથી બાકાત રાખવા માંગ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષિકા બહેનોએ અડધી સદી વટાવી ચુકેલા વ્યકતિઓનો સર્વે કરવાની કામગીરીથી વ્યકત કર્યો રોષ

તાજેતરમાં સરકારની સૂચનાથી તળાજા ખાતે જીવનની અડધી સદી વટાવી ચૂકેલા વ્યક્તિઓનો સર્વેની કામગીરી શિક્ષક ગણ પાસે લેવામાં આવી.આ કામગીરી શિક્ષિકા બહેનો પાસે પણ લેવાઈ હતી.જેમાં બહેનોને અનેક કડવા અનુભવ થયા એટલુંજ નહિ પોતાની સુરક્ષા જોખમાતી હોય તેવો પણ અનુભવ થયો.જેને લઈ આ પ્રકારની કામગીરીને લઈ શિક્ષિકા બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષિકા બહેનો પાસે સરકાર દ્વારા ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે નિર્જન,વાડી વિસ્તારમા જઇને સર્વેની જે કામગીરી સોંપવામાં આવી જેમાં તળાજાના શિક્ષિકા બહેનોને સર્વેની કામગીરીમાં થયેલ અનુભવને લઈ રોષની લાગણી જોવા મળી હતી. બહેનોનું કહેવું છે કે રાષ્ટ્ર અને સામુહિક હિત દેશવાસીઓનું રહેલું હોય તેવી કામગીરી કરવીએ અમારી ફરજ છે.પણ બહેનોને એવી કામગીરીમાંથી બાકાત રાખવા જોઈએ જેમાં બહેનો પર જોખમ રહેલું હોય.આ પ્રકાનની કામગીરી સમયે ઉચ્ચ અધિકારીઓનો સહકાર મળે તો પણ વાંધો ન આવે.

બહેનોએ થયેલા અનુભવોની વર્ણવી આપવિતી
ગેરવર્તનનો સામનો કરવો પડયોનું જણાવતા રાઠોડ હેતલબેનએ જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓ દ્વારા વિસ્તારને લઈ યોગ્ય માર્ગદર્શન મળેલ નહિ.અમુક વ્યક્તિઓના ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો. બહેનોને રક્ષણ આપવું જોઈએ,રૂક્ષાનાબહેન વલીયાણીએ થયેલ અનુભવ વર્ણવતા કહયુ હતું કે BLO ની ફરજ બજાવતા ભાઈઓએ સરખો જવાબ આપ્યો ન હતો. વાડી વિસ્તારના કારણે ખૂબ પરેશાની થઈ.બહેનોની સલામતીની દ્રષ્ટિએ આ પ્રકારે સર્વે બરાબર નથી. જસમીનબેન વેગડ મહિલા હોવા છતાંય તળાજામાં ચાલતા કતલખાના વિસ્તાર સોંપવામાં આવ્યો.સંબધિત અધિકારીને કહેવામાં આવ્યું તો ધ્યાન પણ દેવામાં ન આવ્યું. ચોક્કસ વિસ્તારમાં અહીં કોની મંજૂરીથી આવ્યા છો તેવા સવાલો કરવામાં આવ્યા. શિક્ષિકા બહેનોની પુરાવા સાથે ઓળખ આપવા છતાંય લોકોએ માહિતી છુપાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો