તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ભાવનગરમાં અધિકારી રાજનો કડવો અનુભવ, જે કામ અધિકારીઓએ ના કર્યું તે કામ નગરસેવકે એક દિવસમાં કરાવી આપ્યું

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકના પ્રયાસથી ગરીબ પરિવારની મુશ્કેલી હલ થઈ

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા મફતનગરમાં એક મકાન પર પીપળાનું ઝાડ પડ્યા બાદ દૂર કરવા પરિવારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મનપાના અનેક ચક્કર કાપ્યા બાદ પણ પીપળો દૂર ના થતા પરિવાર દ્વારા મહિલા નગરસેવકનું ધ્યાન દોરવામા આવ્યું હતું. ત્યારબાદ આજે પીપળો દૂર કરી દેવાતા ગરીબ પરિવારે રાહત અનુભવી હતી.

ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલી અપ્સરા ટોકીઝની દીવાલને અડીને આવેલ મફતનગરમાં રહેતા મીનાબેન ચૌહાણ અને તેમના પતિ અને બાળકો વાવાઝોડાના દિવસથી હાડમારી ભોગવી રહ્યા છે. મીનાબેનના ત્રણ રૂમ કાચા પતરાવાળા છે અને બે બાળકો, સાસુ-સસરા અને પતિ સાથે રહે છે 18 તારીખે વાવાઝોડામાં તેમના ઝુંપડીની પાછળના ભાગે અપ્સરા ટોકીઝની દીવાલ અને દીવાલને અડીને આવેલો મહાકાય પીપળો નમી જતા તેમના રસોડાના અને રૂમની દીવાલ તૂટી ગઈ હતી.

વરસાદમાં તેઓ ઘરની બહાર નીકળી ગયા અને સામેના ભાગની એક રૂમમાં રહેવા લાગ્યા હતા. 18 તારીખથી લઈને આજદિન સુધી મહ્નાગરપાલિકામાં ધક્કા ખાધા બાદ અંતે નગરસેવિકાએ સાચા નગરસેવકની ભૂમિકા ભજવી અને ગરીબની ઝુપડીને ફરીથી જીવંત કરવા પીપળાને હટાવવા આગળ આવી હતી.

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં અપ્સરા ટોકીઝ પાછળ આવેલા મફતનગરમાં અપ્સરા ટોકીઝમાં રહેલો પીપળો વાવાઝોડામાં નમી ગયો અને ગરીબનું ઝુપડું તોડી નાખ્યું જેથી પીપળાને હટાવવા ઠેર ઠેર આંટાફેરા બાદ ગરીબને નગરસેવકનો ભેટો થયો અને અંતે ફાયરને સાથી રાખીને મેયર અને ગાર્ડન કમિટીના ચેરમેને માથે ઉભા રહીને ઝુપડી બચાવવા કમરકસી હતી.

ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડમાં આવેલા નિર્મળનગર વિસ્તારમાં મફતનગરમાં રહેતા મીનાબેન રાઠોડ અપ્સરા ટોકીઝની પાછળ રહે છે ત્યારે મીનાબેનના ઝુપડા પર પડેલા પીપળાને હટાવવા માટે મીનાબેન મહાનગરપાલિકાના ચાર પાંચથી ધક્કા ખાવા છતાં કોઈ અધિકારીએ જવાબ આપ્યો નહી અને એક બીજા ખો આપતા હોવાનું મીનાબેને જણાવ્યું હતું અંતે પોતાના વોર્ડના નગરસેવક ઉષાબેન રાઠોડને જાણ કરતા તેમને મેયર કીર્તિબેનને વાત કરી અને ફાયર વિભાગને બોલાવીને નામી ગયેલ પીપળો બીજી સમસ્યા ઉભી કરે તે પહેલા ગરીબની ઝુપડીને બચાવવા માટે કામગીરી આરંભ કરાવી હતી.

પીપળાને હટાવવા ફાયર અને ક્રેઇન બોલાવીને તેને પદ્ધતિસર કાપવામાં આવ્યો કારણ કે પીપળો ખુબ ઉંચો હોવાથી તેને તબક્કા વાર કાપીને ક્રેઇન સાથે બાંધીને કટકા સાથે કાપવામાં આવ્યો હતો જેથી અન્ય ઝુપડાઓને નુકસાન થાય નહિ.

અન્ય સમાચારો પણ છે...