વિશેષ:દિવ્યાંગ માતા દ્વારા ટેસ્ટ ટ્યુબથી જોડિયા બાળકોને જન્મ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગર ઓછી થવી કે બાળકોને એન.આઇ.સી.યુ.માં રાખવાનાં પ્રશ્નો બાદ ડો. નિધી વસાણીને મળી સફળતા

ભાવનગરમાં તાજેતરમાં 45 વર્ષની ઉંમરે દિવ્યાંગ હોવા છતાં લગ્ન નાં વર્ષો બાદ એક મહિલાએ જોડિયા બાળક ને જન્મ આપ્યો છે. જોડિયા બાળકોના માતા પિતા બંને દિવ્યાંગ હોવા છતાં તેઓએ આ તકલીફ માં એકબીજાનો સાથ છોડ્યા વિના "જેવો દૃષ્ટિકોણ તેવી સૃષ્ટિ’નાં સૂત્ર ને સાકાર કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સઘન સારવાર થી આ દંપતી નું સ્વપ્ન પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભાવનગરનાં સર્જન ફર્ટીલીટી ક્લિનિક ખાતે ડૉ. નિધિ વસાણી ઐયર દ્વારા આ સારવાર કરવામાં આવી છે.

ફેબ્રુઆરી થી શરૂ થયેલ સારવારનો તા. 6 ઓગસ્ટનાં રોજ અંત આવ્યો જ્યારે બાળકનો જન્મ થયો. જોડિયા બાળકો સામાન્ય દંપતી માટે પણ એક પડકાર સાબિત થતાં હોય છે ત્યારે શારીરિક પડકારો ધરાવતા માતા પિતા માટે એક સાથે બે બાળકોનો ઉછેર કેટલો અઘરો થઈ પડે. કોરોનાનાં સમયમાં લોકો પહેલેથી જ આરોગ્ય સાથે જ ઝૂમી રહ્યા છે ત્યારે મહિલાને બીજી વેવ માં કોરોના નું સંક્રમણ પણ થયું હતું. છતાં દંપતીએ તમામ વિકટ પરિસ્થતિનો સામનો કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓને શુગર ની પણ સમસ્યા સર્જાઈ હતી. તેની પણ યોગ્ય પરેજી જાળવીને સારવાર કરવામાં આવી હતી.

બને બાળકોનાં વજન 1.8 કિલો અને બીજા બાળકનું 1.7 કિલોનું વજન હોવાથી માતાનાં ગર્ભાશય પર ખૂબ તાણ સર્જાવા લાગ્યો હતો. જેના લીધે 9માં મહિનાની શરૂઆતમાં જ બને બાળકોનો જન્મ થયો હતો. બંને બાળકો છોકરાઓ છે અને અધૂરા મહિને જન્મ થવાના લીધે તેઓને એન.આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ને પેટી માં રાખ્યા બાદ હવે તેઓ સ્વસ્થ છે.

આ કિસ્સો એક તબીબી પડકાર સમાન હતો
મારું માનવું છે કે શારીરિક તકલીફ કરતા મોટી હોય છે માનસિક વિકલાંગતા. શારીરિક તકલીફો, કોરોના, મેડીકલ હીસ્ટ્રી જેવા પ્રશ્નો છતાં આ દંપતીએ જે હિંમત ગર્ભાવસ્થા દરમિયાન બતાવી છે તે અદ્વિતીય છે. આ કિસ્સો ખરેખર તબીબી જગતનો એક પડકાર હતો. આટલી જૈફ ઉંમરે અનેક દંપતીઓ દ્વારા માતા પિતા બનવા માટેની ચાહ જ કઈક અલગ હોય છે. માતા અને બને બાળકોની સારવાર મારા દ્વારા જ કરવામાં આવી છે. બંને બાળકો હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. - ડો. નિધી વસાણી ઐયર, સ્ત્રીરોગ નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...