તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જન્મ-મરણના દાખલો ઘરબેઠા મેળવી શકાશે, પ્રમાણપત્ર મોબાઇલમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી શકાશે

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજ્ય સરકારે મહામારીમાં જનતા માટે ખાસ એપ્લિકેશન જાહેર કરી

વર્તમાન મહામારીના કાળમાં લોકોને જન્મ-મરણના દાખલા મેળવવા સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે અને ઘરબેઠા જ આવા દાખલાઓ ઉપલબ્ધ બની જાય એ માટે એક વેબ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં વિગતો ભરતાની સાથે સરકાર દ્વારા પ્રમાણિત દાખલા મળી જશે.

જન્મ-મરણનો દાખલો મોબાઇલમાં આવી જશે

હાલની કોરોનાની મહામારીમાં લોકો ઘરમાં જ રહે અને અનિવાર્ય કાર્યો પણ ઘરબેઠા જ થઈ જાય એવી હંગામી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જન્મ-મરણના સરકારી નોંધણી સાથેના દાખલા બારકોડ સાથે પ્રમાણિત થયેલા મોબાઈલ-ઈન્ટરનેટના માધ્યમથી માત્ર આંગળીના ટેરવે મેળવી શકાશે.

પ્રમાણપત્ર ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી લેવી

જન્મ-મરણના દાખલા મેળવવા ઈચ્છુક વ્યક્તિ ગુગલ પર HTTPS://eolakh.gujarat.gov.in પર લોગ ઈન કરતાં જ એક સાઈટ આવશે. જેમાં સુચના મુજબ મોબાઈલ નંબર કે અરજી નંબર દાખલ કર્યે કોમ્પ્યુટર રાઈઝ બારકોડ અને QR સાથે જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી લેવી આ પ્રમાણપત્રનો ઉપયોગ દરેક સરકારી કચેરીઓમાં તથા બેંકોમાં ઉપયોગ કરી શકાશે અને માન્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો