શહેરમાં માળા:હેરોનરી કુળના પક્ષીઓનો છેલ્લા 4 વર્ષથી ઘોઘા સર્કલ પાસે વસવાટ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિલગાર્ડન, મહિલાબાગ, લીંબડીયું વિ. સ્થળે વસાહત
  • ભાવનગરની આબોહવા, પૂરતો ખોરાક અને ભૂગોળના લીધે શહેરમાં માળા જોવા મળે છે

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં હેરોનરીકુળના પક્ષી સ્પૂનબિલ કે જેને ગુજરાતીમાં ચમચા તરીકે ઓળખવામાં આવે છે તેમના માળા જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં હેરોનરી કુળના પક્ષીઓ જોવા મળે છે. તેઓ માળા બનવાનું કામ તો ઘણું વહેલા શરૂ કરી દેતા હોય છે અત્યારે બચ્ચા નાં જન્મ બાદ તેમની જાળવણી કરી રહ્યા છે. ભાવનગર માં અંદાજે 400 થી 450 જેટલી મોટી સંખ્યામાં હેરોનરી જોવા મળે છે. આ માળા માં સ્ટોર્ક, આઇબિસ, સ્પૂન બિલ પ્રકારના પક્ષીઓ એકસાથે વસવાટ કરે છે.

પક્ષીવિદો જણાવે છે કે ભાવનગરની ભૂગોળિય પરિસ્થિતિ અને આબોહવા તેમજ પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો હોવાથી તેઓ શહેરમાં વિવિધ સ્થળોએ વસાહતો બનાવે છે. છેલ્લા 3 થી 4 વર્ષના સમયગાળા થી તેઓ ઘોઘા સર્કલ થી મોખડાજી સર્કલ ની વચ્ચે માળો બનાવતા જોવા મળે છે. બચ્ચા આવી ગયા બાદ પણ તેઓ સતત માળા નું સમારકામ કરતા જોવા મળે છે. ભાવનગર માં પિલ ગાર્ડન, મહિલબાગ, લીંબડિયું, અકવાડા લેક પાસેનો વિસ્તાર વગેરે જગ્યાએ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ભાવનગરમાં વર્ષો વર્ષ સપ્ટેમ્બર માસમાં હેરોનરી સર્વે પણ યોજાય છે
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (બી.સી.એસ.જી) દ્વારા ચોમાસા દરમિયાન ' હેરોનરી સર્વે' નું આયોજન પણ કરવામાં આવે છે. આ સર્વે દરમિયાન વિવિધ બગલા, કાજિયા, કાકણસાર તથા ઢોંક જેવા પક્ષી ના સામૂહિક માળા અને વસાહતો નું તળાવ , સરોવર કે દરિયાકાંઠા ની નજીક ના વિસ્તારો માં સર્વેક્ષણ કરવામાં આવે છે.માળા ની સંખ્યા , તેમાના પક્ષીઓ નું સફળતા પૂર્વક પ્રજનન , જલ પ્લાવિત વિસ્તારો ની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ના સૂચક છે

અન્ય સમાચારો પણ છે...