અલંગના દરિયામાં ભારે કરંટ:તળાજાના અલંગના દરિયામાં મોટા મોજાં ઉછળ્યા, ભારે ભરતી આવતા અલંગના પ્લોટ ધરકોના પ્લોટમાં પાણી ઘૂસ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • 14-15 જુલાઈ એ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે સપ્તાહથી ચોમાસા સંદર્ભે છાશવારે ભારે થી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં 14-15 જુલાઈ ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અલંગના દરીયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજાં ઉછળી રહ્યાં છે તો બીજી તરફ પૂનમ તિથિ અન્વયે દરીયામાં ભારે ભરતી પણ જોવા મળી રહી છે.

આજે અને કાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે
રાજ્ય સાથોસાથ સૌરાષ્ટ્ર અને ગોહિલવાડમાં અષાઢ માસ પૂર્ણ રૂપે ખીલ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં ચોમેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પણ અનેક શહેર-જિલ્લાઓને મેઘરાજા ધમરોળી રહ્યાં છે, ત્યારે તા.14-15 જુલાઈ એ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે. બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે ભરતી સાથે ઉંચા મોજાં ઉછળી રહ્યાં છે
અલંગના દરિયો પુરાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અલંગનો દરિયો તોફાની બન્યો છે. ભારે ભરતી સાથે ઉંચા મોજાં ઉછળી રહ્યાં છે, જેને પગલે અલંગ પ્લોટ ધારકોના પ્લોટમાં દરિયાના પાણી અંદર સુધી ઘુસી ગયા હતા, ગઈકાલે પૂનમ તિથિ હોય આથી રાબેતા મુજબ સમુદ્રમાં હેવી કરંટ સાથે ઉંચી ભરતી આવી છે તથા મોજાં પણ ઉછળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...