રીપેરીંગ કરવા માગ:ભાવનગર તાલુકાના ભાલ પંથકના માર્ગમાં પડયા મોટા ભૂવા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગણેશગઢ-ગોકુળપરા થી મેવાસાને જોડતા માર્ગ ઉપર ઘણા સમયથી મોટા ભૂવા પડી જવા પામ્યા છે લોકોને અવરજવરમાં મુશ્કેલીની સાથે ભુવામાં પડતાં નાની મોટી ઈજાઓ થઈ રહી છે.

સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવા છતાં આજદિન સુધી માર્ગ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરાઈ નથી જ્યારે તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહયુ હોય તેવું લાગી રહ્યું છે.માર્ગ વિભાગ દ્વારા આ રસ્તામાં પડેલા ભૂવાનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...