તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલ રેલી:'આરોગ્ય માટે પેડલ' અંતર્ગત ભાવનગરમાં સાઈકલ રેલી યોજાઇ, 100થી વધુ લોકો જોડાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સાથે દેશનાં વિવિધ 75 શહેરમાં સાઈકલ યાત્રાનું આયોજન કરાયુ

ભારત સરકારનાં આરોગ્ય પરિવાર કલ્યાણ, કેમિકલ અને ફર્ટીલાઈઝરના કેબીનેટ મંત્રી અને સાયકલ દ્રારા સંસદ ભવન સુધી જેઓ ભારત દેશના નાગરીકોને પ્રભાવિત કરનાર યુવા કેબિનટ મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્રારા આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આજેરોજ 'આરોગ્ય માટે પેડલ' અંતર્ગત ભાવનગરમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક જ સાથે દેશનાં વિવિધ 75 શહેરમાં આરોગ્ય માટે પેડલ શિર્ષક હેઠળ સાઈકલ યાત્રાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ભાવનગરમાં પણ આ સાઈકલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુમ હતું જેમાં સવારે 7 કલાકે ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા અને ભાવનગર મહાનગરના પ્રમુખ રાજીવભાઈ પંડ્યાએ સાઈકલ યાત્રાને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સાઈકલ યાત્રા નિલમબાગ સર્કલથી પ્રસ્થાન કરી જવેલર્સ સર્કલ, પાણીની ટાંકી, વાઘાવાડી રોડ થઈ આતાભાઇ ચોક ખાતે આવેલા સ્વાતંત્ર પાર્ક ખાતે પૂર્ણ થઇ હતી, સાઈકલ યાત્રામાં એનર્જી ડ્રીંક અને પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી, સાઈકલ યાત્રામાં અંદાજે 100 થ 120 સાઇકલ સવારો જોડાયા હતા. જોડાયેલા તમામ લોકોને મેયર, પ્રમુખ મહામંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અરુણભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધમેલિયાએ ભાવનગરનાં મહારાજા શ્રીકૃષ્ણકુમરાસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેશભાઈ માંગુકિયા, હરેન્દ્રસિંહ ગોહિલ, પાર્થભાઈ ગોંડલીયા, રાજદીપસિંહ જેઠવા, બળદેવભાઈ ચુડાસમા જહેમત ઉઠાવી હતી, અંતે આભાર વિધિ સમગ્ર સાયલક રેલીના આયોજક અને વડવા અ વોર્ડના નગરસેવક રાજુભાઈ રાબડીયા એ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...