ઉજવણી:ભાવનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાઈકલ સ્પર્ધાનું આયોજન કરાયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધકો માટે પાણી, એનર્જી ડ્રીકની વ્યવસ્થા કરવામા આવી

સમગ્ર દેશમાં "આઝાદીના અમૃત મહોત્સવ" ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ ઉજવણી ના ભાગરૂપે ભાવનગર શહેર યુવા ભાજપ દ્વારા આજે વહેલી સવારે સાઈકલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાઈક્લીસ્ટો જોડાયા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ભારત દેશને સ્વતંત્ર થયે 75 વર્ષ પૂર્ણ થયા હોય જેને દેશમાં આઝાદીનાં અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ભાવનગર શહેર માં યુવા સંકલ્પ યાત્રા અન્વયે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આજરોજ સાઈકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના રૂપાણી સર્કલ ખાતે યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સાઈકલ સવારો પણ સમયસર ઉપસ્થિત થતાં અત્રેથી સ્પર્ધા સ્ટાર્ટ કરવામાં આવી હતી અહીં થી સરદારનગર, સંસ્કારમંડળ, આતાભાઈચોક, પરિમલચોક, કાળુભા રોડ, માધવદર્શન, ઘોઘા સર્કલ થઈ ને સાઈકલ સવારો પુનઃ રૂપાણી સર્કલ પહોંચ્યા હતા આ રૂટપર સાઈકલ સવારોનો ઉત્સાહ વધારવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તથા રૂટપર એનર્જી ડ્રીંક, પાણી તથા સાઈકલ સર્વિસ સહિતની સવલતો ગોઠવવામાં આવી હતી ભાગ લેનાર યુવાઓને કેપ-ટી-શર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...