સેવા:ભોળાવદર પ્રા. શાળા, ખડસલિયા કે.વ. શાળામાં નવ લાખ રૂપીયાની કીટનુ વિતરણ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર તાલુકાના છેવાડાના વિસ્તારમાં ખડસલિયા ગામમાં આવેલી ભોળાવદર પ્રાથમિક શાળા અને ખડસલિયા કે.વ. શાળામાં અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા 800 બાળકોને પોષણ વર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

‘કુપોષણ મુકત ગુજરાત’ના અભિયાનને સાકાર કરવા માટે ભાવનગર તાલુકાના કેળવણી નિરીક્ષક શિક્ષણ અને ભોળાવદર શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈના પ્રયત્નોથી ખડસલિયા ગામની બંને શાળાના તમામ વિદ્યાર્થીઓને આ પોષણવર્ધક કીટ અર્પણ કરવામાં આવી. હતી. રૂપિયા 1115/- ની આ કીટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા 800 બાળકોને પોષણ વર્ધક કીટની કિંમત 8 લાખ 92 હજ્જાર રૂપિયા જેટલી થાય છે. આ કિટના કાર્યક્રમમાં ના.જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ, ના.જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી (RTE) મીતાબેન દૂધરેજિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતા રાજેશ્રીબેન ઔન્ધીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા, GHCL કંપનીના જનરલ મેનેજ ધનંજય, સરપંચ, ગ્રામ્ય આગેવાનો તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા ભોળાવદર શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર દેસાઈ, ખડસલિયા કે.વ. શાળાના મુખ્ય શિક્ષક અનિરુદ્ધસિંહ વાળાએ તથા શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.

અન્ય સમાચારો પણ છે...