તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનું ગૌરવ:ભાવનગરના SSC પાસ પિતાનો પુત્ર JEE-મેઇન્સમાં ફિઝિક્સમાં 100માંથી 100 ગુણ મેળવી દેશમાં પ્રથમ આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • વિદ્યાધીશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો
  • આયુષની ભવિષ્યમાં એરોનોટિકલ એન્જિનિયર બની ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટ જવાની ઈચ્છા

દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE-મેઇનની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગરની વિદ્યાધીશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું, શાળા દ્વારા આયુષને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી.

બા-બાપુજી, માતા-પિતા અને મોટાભાઈનો સાથ સહકારથી મને આ સિદ્ધિ મળી છે તેના સાચા હક્કદાર છે. પિતા દિલીપભાઈ રમાણિકભાઈ ભૂત જે પોતે ખાલી એસએસસી ભણેલા છે. માતા હીનાબેનએ બી.એસસી ભણેલા છે. જ્યારે તેનો મોટો ભાઈ અંકિતએ કોમ્યુટર એન્જિનિયર કર્યું છે. આમ પરિવારમાં સૌથી ઓછા તેના પિતા જ આછું ભણ્યા છે, પિતા પોતે પ્લાસ્ટિકના વેપારી છે. આયુષનો મોટાભાઈ અંકિતએ જણાવ્યું હતું કે રોજ તે 8થી 10 કલાકનું વાંચન કરતો હતો.

JEEની પરીક્ષામાં ત્રણ પેપરો હોય છે જેમાં ફિઝિકસ, કેમિસ્ટ્રી અને મેથ્સ આ ત્રણેય પેપરો માટે ત્રણ કલાકની સમયમાં પુરા કરવાના હોય છે જેમાંથી આયુષે ફિઝિકસનો પેપર 40 મિનિટમાં જ પૂર્ણ કરી નાખ્યો હતો. જેમાં ફિઝિકસમાં -100, કેમેસ્ટ્રીમાં- 99.18 તથા મેથ્સમાં- 98.19, આમ ત્રણેય થઈ કુલ- 99.41 પર્સન્ટાઇલ મળ્યા હતા.

આયુષે જણાવ્યું હતુ કે, આ પરીક્ષામાં સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા, મારા મોટાભાઈ અંકિતભાઈ અને શિક્ષકોનો અને મેનેજમેન્ટનો આભાર માનું છું. રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભવિષ્યમાં ડિગ્રી મેળવ્યા બાદ એરોનોટિકલ એન્જિનિયર બની ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટમાં જવાની ઈચ્છા છે. આ સિદ્ધિ બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે મને જ્યારે પણ ટાઈમપાસના સમયમાં હું 1 કલાક ટીવી જોતો હતો અને મને ક્રિકેટ અને બેડમિન્ટન રમવાનો શોખ છે.

આયુષના પિતા દિલીપભાઈએ જણાવ્યું હતું કે, આ મારા છોકરાએ જે મહેનત કરી છે તેમાં અમારો તો સાથ સહકાર મળ્યો છે, પણ ખાસ તો એના મોટાભાઈ અને શિક્ષકોએ ખુબજ મહેનત કરી છે. જ્યારે લોકડાઉનમાં શિક્ષણ બંધ હતું ત્યારે પણ વિધાધીશ શાળા દ્વારા ઓનલાઈન ખુબજ સારું શિક્ષણ આપ્યું હતું જોના કારણે જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, ભવિષ્યમાં એનો ગોલ IITમાં જવાનો છે.

વિદ્યાધીશ વિદ્યાસંકુલના આચાર્યએ જણાવ્યું હતું કે, અમારી શાળાનો વિદ્યાર્થી JEE પરીક્ષામાં ટોપ લેવલ પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષા એટલી હાર્ડ હોય છે અને આખા ઇન્ડિયામાંથી વિદ્યાર્થીઓની તૈયારી કરતા હોય છે. આ પરીક્ષામાં 100માંથી 100 પર્સન્ટાઇલ લાવવા ખુબજ અઘરી હોય છે. આ સફળતા પાછળ અમારા શિક્ષકો અને મેનેજમેન્ટ ખુબજ સારો સહયોગ બદલ આ સિદ્ધિ હાંસલ કરી છે. આથી આજે અમારી શાળાના આયુષે ભાવનગરનું નામ રાજ્ય અને ભારતમાં રોશન કર્યું છે. ભાવનગર શિક્ષણનું હબ તરીકે વિકસ્યું છે અહીં અન્ય રાજ્યોના બાળકો પણ શિક્ષણ લેવા આવે છે.

વિદ્યાધિશ વિદ્યાસંકુલના 4 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઇલથી વધુ મેળવ્યા છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 99.69 પર્સન્ટાઇલ મેળવી માલવી હસનઅલીએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિદ્યાધિશ વિદ્યાસંકુલના ચેરેમેન ડો.જી.એમ.સુતરિયા, આચાર્ય આકાશભાઈ, ફિઝિકસના શિક્ષક અમીતભાઈ, તથા શિક્ષકોએ આયુષ ને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...