લોહરીની ઉજવણી:ભાવનગરની સિન્ધુ સેનાએ ઘોઘા સર્કલના ટિ.વી. કેન્દ્ર પાસે દર વર્ષનીં જેમ પરંપરાગત લોહરી તહેવારની ઉજવણી કરી

ભાવનગર10 દિવસ પહેલા
  • કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી
  • લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે
  • ખેડૂતોનો પાક સારો થાય અને દેશની રક્ષા કરનારા જવાનોને ઈશ્વર શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરાઈ

ભાવનગરની સિન્ધુ સેના દ્વારા દર વર્ષનીં જેમ પરંપરાગત લોહરી ત્યોહારની ઉજવણી ગઈકાલે ગુરૂવારે સાંજે શહેરના ઘોઘા સર્કલના ટિ.વી. કેન્દ્ર પાસે કરવામાં આવી હતી. સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તહેવારને સાદગીથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. લોહરીની પૂજા અર્ચના પછી દેશના ખેડૂતોનો પાક સારો થાય અને સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને જવાનોને ઈશ્વર શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

લોહરી ત્યોહારનું સિંધી અને શીખ સમાજમાં વિશેષ સ્થાન છે. સિન્ધુ સેના સિવાય શહેરના વિવિધ સ્થાનો ખાતે આ ત્યોહારની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી. લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લોહરીનો તહેવાર નવા પરિણીત યુગલો અને નવા જન્મેલા બાળકો માટે ખાસ છે.

સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે. દરેક વ્યક્તિને આ તહેવાર ગમે છે, જે ખુશીની ભેટ આપે છે. લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. લોહરીમાં ચોકમાં લાકડાની હારમાળા ગોઠવીને ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે અને તેની પૂજા, પ્રદક્ષિણા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...