તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરની બિનક્રમાંકિત ખેલાડી રિયા જયસ્વાલે જુનિયર ગર્લ્સ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં બરોડાની શેલી પટેલને હરાવીને શાનદાર એન્ટ્રી કરી હતી. આ સાથે શનિવારથી ગાંઘીધામ ખાતે સ્ટિગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નો પ્રારંભ થયો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. બીજી ક્વોલિફાઇંગ મેચમાં રિયાએ વળતો પ્રહાર કર્યો હતો. શેલી સામે તેણે આક્રમક રમત દાખવીને ફોરહેન્ડ વિનર્સ ફટકાર્યા હતા. ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન જિજ્ઞેશ જયસ્વાલની પુત્રી રિયાએ તેની નવમા ક્રમની હરીફ સામે 11-9 11-9 7-11 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
મિલી એક સમયે 1-2થી પાછળ હતી. જોકે તેણે અંતિમ બે ગેમ જીતીને અંતે 14-12 9-11 8-11 11-5 11-7થી મેચ જીતી હતી."આ એક ખૂબ સરસ મેચ હતી. એટલા માટે નહીં કે તે મારી દિકરી છે પરંતુ મિલી સામે આકરી લડત આપવી અને ત્યાર બાદ શેલીની હરાવવી તે પ્રશંસનીય બાબત છે કેમ કે હજી ગયા વર્ષ સુધી તે કેડેટમાં રમતી હતી." તેમ જિજ્ઞેશ જયસ્વાલે જણાવ્યું હતું.
બીજી તરફ શેલી તેની બીજી મેચમાં મિલી સામે હારી ગઈ હતી અને બહાર થઈ ગઈ હતી. ગ્રૂપમાં મોખરે રહેવા સાથે મિલી અને રિયાએ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રિયા બીજા ક્રમે રહી હતી. પ્રિ ક્વાર્ટરમાં રિયાની બહેન નામના જયસ્વાલે પણ પ્રવેશ કર્યો હતો જેણે આર્ની પરમાર અને એંજલ પારકરને હરાવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.