• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar's Nandkunwarba Women's College Devrajnagar's Women's Team Cleaned The Lemdi Railway Station After Being Selected In The Kho Kho Competition Of Saurashtra Zone

સફાઈ અભિયાન:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની મહિલા ટીમે સૌરાષ્ટ્ર ઝોનની ખો-ખો સ્પર્ધામાં પસંદ થયા બાદ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેલ મહાકુંભની ખો-ખો ની સ્ટેટની ઝોન કક્ષાની સ્પર્ધા લીમડી ખાતે યોજાઈ હતી

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખોની ટીમના ખેલાડીઓએ ઉત્કર્ષ પ્રદર્શનને કારણે તમામ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ઝોનની સ્પર્ધામાં પસંદગી થઈ હતી. જે બાદ આ ખેલાડીઓએ લીમડી ખાતે ખો-ખોની સ્પર્ધામાં રમવા ગઈ હતી. જે સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ ખેલાડીઓએ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી ઉજવણી કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની ખો-ખો ની સ્ટેટની ઝોન કક્ષાની સ્પર્ધા લીમડી ખાતે યોજાઈ હતી. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખો ની ટીમે સ્પર્ધા પૂર્ણ થયા બાદ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક કરવા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થિનીઓએ એક પહેલ કરી હતી. તેમજ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં પણ સ્પર્ધાઓ યોજાશે ત્યાં સ્વચ્છ ભારતના આ અભિયાનને સફળ બનાવવા માટે કોઈપણ જાહેર સ્થળની સફાઈ કરવામાં આવશે. લીમડી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત મુસાફરો અને રેલવેના કર્મચારીઓએ નંદકુંવરબા મહીલા કોલેજના આ પ્રયાસને બિરદાવીને તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...