તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક બંધ:ભાવનગરના મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા નવી આવક ત્રણ દિવસ બંધ કરવામા આવી

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 11 તારીખથી નવી આવક શરૂ કરવામા આવશે

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ કાંદાનો ભરાવો થઈ જતા નવી આવક ત્રણ દિવસ બંધ કરવાનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા નિર્ણય કરાયો છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ તથા સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમિશન, અજેન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદા તથા સફેદ કાંદાની આવક આવતીકાલ તા.8/4/21 ગુરુવાર થી તા.10/4/21 સુધી શનિવાર સુધી બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,

તા. 11/4/21 ને રવિવાર થી દરરોજ લાલ કાંદાની આવક સવારે 9 કલાક થી રાત્રી 9 કલાક સુધી જયારે સફેદ કાંદા ની આવક રાત્રીના 9 કલાક થી સવાર ના 9 કલાક સુધી આવક પ્રવેશ આપવામાં આવશે, સમય મર્યાદા પહેલા કે પછી આવનાર ને કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો