ફી વધારાનો વિરોધ:ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીએ ફીમાં 15 ટકાનો વધારો કરતા ABVPનું વિરોધ પ્રદર્શન

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એબીવીપીએ ફી વધારો પરત ખેંચવાની માગ કરી
  • ફી વધારો પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના મહામારી બાદની વિકટ સ્થિતિમાં માંથી લોકો ને બહાર કાઢવાના પ્રયાસો શરૂ છે. આવા સમયે ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ફી વધારાનો નિર્ણય સમાજના આર્થિક રીતે પીડાતા વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે વધારાનો બોજ રૂપી છે. આ બોજ વાલીને પોતાના બાળકનું શિક્ષણ અધૂરું છોડાવવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે. ત્યારે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવાની માગ કરી હતી.

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
એબીવીપીનું સ્પષ્ટ માનવું છે કે આ સમયે ફી વધારો કરવો એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે સંકટ ઉભુ કરી દેશે. આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવો જરૂરી છે. એબીવીપી ભાવનગર દ્વારા આપના સમક્ષ આ ફી વધારાનો નિર્ણય પરત લેવા તેમજ જે વિદ્યાર્થીઓ એ ફી ભરેલ છે તેમને પરત કરવા માટે માંગણી કરવામાં આવે છે. આ રજૂઆતને ધ્યાને લઈ જો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આવનારા દિવસો માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ યુનિવર્સિટી પ્રમુખ જલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...