તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગરની લલાટે અન્યાય સુરતની ટ્રેનમાં સ્લિપ કોચ કટ

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • મહુવા-સુરત ટ્રેેનમાં અગાઉ ભાવનગરના કોચ લાગતા
 • રાજકોટ-સરાઇ રોહિલામાં પણ ભાવનગરનો હિસ્સો હતો

તાજેતરમાં મહુવા-સુરત વચ્ચે દૈનિક ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે તેના કારણે ભાવનગર અને અમરેલી જિલ્લાના યાત્રિકોને સાનુકુળતા રહેશે. પરંતુ અગાઉ મહુવા-સુરત ટ્રેનમાં ભાવનગરના સ્લિપ કોચ લગાડવામાં આવતા હતા તેની આ વખતે બાદબાકી કરવામાં આવતા ભાવનગરના યાત્રિકોને અન્યાય થઇ રહ્યો છે.મહુવા-સુરત ટ્રેનમાં અગાઉ ભાવનગરના કોચ લગાડવામાં આવતા હતા. ભાવનગરથી અન્ય ટ્રેનમાં આ કોચ લગાડવામાં આવતા હતા અને બોટાદ ખાતે ભાવનગરથી સુરતના આ કોચ મુકવામાં આવતા હતા.

બોટાદ ખાતે મહુવા-સુરત ટ્રેન આવી પહોંચે ત્યારે તેમાં ભાવનગરના કોચ લગાડવામાં આવતા અને યાત્રિકોને સુરત સુધીની મુસાફરીની સવલત મળી રહેતી હતી.એવી જ રીતે રાજકોટ-દિલ્હી (સરાઇ રોહિલા)માં પણ ભાવનગરના સ્લિપ કોચ લગાડવામાં આવતા હતા. તાજેતરમાં રાજકોટથી આ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ ભાવનગરના અગાઉ લાગતા કોચ લગાડવા માટેની કાર્યવાહી થઇ નથી. જેના કારણે ભાવનગરથી દિલ્હીની મુસાફરી જે યાત્રિકોને કરવી હોય તેઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગરના યાત્રિકોની સવલતાર્થે મહુવા-સુરત અને રાજકોટ-દિલ્હી (સરાઇ રોહિલા) ટ્રેનમાં અગાઉની વ્યવસ્થા મુજબ સ્લિપ કોચની ફાળવણી કરવામાં આવે તો સુરત માટે દૈનિક ટ્રેનની આડકતરી સુવિધા મળી શકે છે. ભાવનગર-સુરત વચ્ચે દૈનિક ખૂબ ટ્રાફિક હોય છે તેથી આ ટ્રેનમાં સવલત મળે તેવા પ્રયાસ જરૂરી છે. આ અંગે ભાજપના સાંસદો અને કોંગ્રેસના રાજયસભાના સભ્ય સક્રિય બને તેવી લોક લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો