ખેડૂતોમાં હરખની હેલી:ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો, મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારીનો ખોડીયાર ડેમ ઓવરફ્લો થશે તો તેનું પાણી શેત્રુંજીમાં ઠલવાશે

અષાઢના અંતમાં ભાવનગના જળાશયોમાં સરેરાશ 42.20 પાણીનો સંગ્રહ થયો છે. ખાસ કરીને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાઇ ગયો છે. જ્યારે ચાલું ચોમાસાની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં જ મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જોકે, હમીરપરા ડેમ હજું 4 ટકા જ ભરાયો છે.

બગડ ડેમ ઓવરફ્લો
ભાવનગર જિલ્લામાં નાના મોટા ડઝન જળાશયો છે. જળસિંચનના લીધે પાણીના તળ ઉંચા લાવવા માટે આ જળાશયો આશિવાર્દરૂપ છે. ત્યારે ચોમાસામાં જળસંગ્રહ વધે તેવો આશાવાદ બાંધીને ખેડૂતો બેઠા છે. ત્યારે બગડ ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પણ વરસાદના પ્રથમ રાઉન્ડમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે.

ખોડીયાર ડેમ 97 ટકા ભરાયો
આ તરફ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો ખોડીયાર ડેમ પણ 97 ટકા ભરાઇ ગયો છે. જે ઓવરફ્લો થશે તો તેનું પાણી શેત્રુંજી ડેમમાં ઠાલવવામાં આવશે. મતલબ કે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડશે તો પણ ભાવનગરની જનતાને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...