ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ને તોડી પાડવા માટે તંત્રવાહકો સક્રિય બન્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ ભાવનગરના શીપ બ્રેકર અને ભાવનગરના મહાજન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં એક અકસ્માતના બનાવમાં મજુર નું મૃત્યુ થતાં રાત્રે દોઢ વાગે એફઆઇઆર નોંધી શીપ બ્રેકરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે કોઈ રીઢા ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું.
એ જ રીતે મેરીટાઇમ બોર્ડ દ્વારા પણ અકસ્માતના બનાવ બાદ પાંચ દિવસનું ક્લોઝર આપવાનું હોય છે તેને બદલે દોઢ મહિનાનું નિયમ વિરુદ્ધ નું ક્લોઝર અપાતા ઉદ્યોગ ધંધા ઠપ થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અલંગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને કર સ્વરૂપે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે ત્યારે આ ઉદ્યોગને પડતી મુશ્કેલી અંગે પણ સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
અલંગના પ્લોટ નંબર 9માં પ્લેટ પડતા પૂનમ બેઠા નામના મજૂરનું મોત નીપજ્યું હતું જે અંગે તેના કાકા બબલુ બેઠા પાસે પોલીસે કોરા કાગળમાં સહી લઇ પ્લોટના શિપ બ્રેકર બટુકભાઈ મેનેજર રવિશંકર શીલુ અને સેફટી ઓફિસર રોશન રણજીતભાઈ સામે પોલીસે બેદરકારી થી હત્યા જેવી ભારે કલમ લગાડી રાત્રે દોઢ વાગે ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી હતી જેમને પાછળથી કોર્ટે જામીન મુક્ત કરેલ છે.
શીપબ્રેકર ઓએ લાઠી ખાતે બાવકુભાઈ ઉઘાડ ને સાથે રાખી મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ કેસમાં પ્લોટના માલિકની કોઈ બેદરકારી હતી નહીં કોઈપણ ઉદ્યોગમાં અકસ્માત થાય ત્યારે તેની પૂરતી તપાસ થાય અને પછી સંબંધિતો સામે પગલા લેવામાં આવે છે જ્યારે આ કેસમાં સીપ બ્રેકર ને ગુનેગાર દર્શાવી તેમની સાથે પોલીસે કોઇરીઢા ગુનેગાર સાથે વર્તન કરે તેવું વર્તન કરેલ છે મુખ્યમંત્રીએ આ બનાવની ગંભીર નોંધ લઇ જરૂરી પગલાં લેવા માટે સંબંધિતોને સુચના આપતા આ અંગેની તપાસ અલંગ પોલીસ મથકના ડામોર પાસેથી લઈ અન્ય અધિકારીને સોંપવામાં આવી છે.
કાયદાની કલમનો દુરૂપયોગ થયો છે
કોઈપણ ઉદ્યોગમાં કે રસ્તે ચાલતા ટ્રકમાં કોઈ અકસ્માત થાય અને કોઈ મૃત્યુ પામે તો તે ટ્રક ડ્રાઇવર અથવા ઉદ્યોગના મેનેજર કે સેફટી સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધવામાં આવે છે પણ આ કેસમાં તંત્રે અવાંતર હેતુથી કાયદાની કલમ નો દુરુપયોગ કરી પ્લોટના માલિક સામે ગુનો નોંધેલ છે આ રીતે કાયદાનો દુરુપયોગ થાય તો કોઈ ઉદ્યોગ ચાલી શકે જ નહીં
દોઢ મહિનાનું ક્લોઝર અપાયું
કાયદા મુજબ અકસ્માત થયા બાદ જરૂરી દંડ વસુલ કરી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પાંચ દિવસનું ક્લોઝર આપવામાં આવે છે પણ આ કેસમાં દોઢ મહિનાનું ક્લોઝર અપાયું છે જેના કારણે ઉદ્યોગને ભારે નુકસાન થશે અને મજૂરોને રોજગારીમાં પણ અસર થશે
દરિયાઈ ચાંચિયાઓ અને તંત્ર વચ્ચે સાંઠ ગાંઠ?
અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગ ભાવનગરની આર્થિક કરોડરજ્જુ છે અલંગ ખાતે હજારો પરપ્રાંતિય મજૂરો પણ કામ કરે છે અને અલંગ ને અનુલક્ષીને પણ રોલિંગ મિલ સહિતના ઉદ્યોગો ભાવનગરમાં ચાલી રહ્યા છે.
શિપબ્રેકરોએ લાઠી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને બાવકુભાઈ ઉઘાડ ને રૂબરૂ મળી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અલંગ માંથી ચોરીના બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બને છે અને પોલીસ તંત્ર આવા બનાવોની ચાર પાંચ દિવસ સુધી ફરિયાદ જ લેતી નથી કોઈ ગુનેગાર ઝડપાતા નથી અને કોઈ મુદ્દામાલ પણ મળતો નથી. શિપબ્રેકરોએ તંત્ર અને દરિયાઈ ચાંચિયા વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. ફરીયાદ કરવા જનારને પોલીસ આ તમારો જ માલ હતો તેવા પુરાવા રજૂ કરો પછી ફરિયાદ નોંધ શું તેમ જણાવે છે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પૂરતી મળે તો દરિયાઈ ચાંચિયાઓ અને પ્લોટમાંથી તસ્કરી કરનારાઓને ઝડપવા અઘરા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.