કેન્સર ડેની અનોખી ઉજવણી:ભાવનગરની દીકરીએ સ્ત્રીના સૌંદર્યના આભૂષણ સમા 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું, કહ્યું- વાળ નહીં તમારા વિચારો જ તમારું સૌંદર્ય છે

ભાવનગર9 મહિનો પહેલા
  • દાન કરાયેલા વાળ અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિ.ને દાન કરવામાં આવશે
  • ભાવનગરના ડો. સ્મિતા વનરા 20 ડિસેમ્બર વાળનું દાન કરવાના હતા પણ પરિક્ષાને કારણે મુલત્વી રાખ્યું હતું

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે રેહતા ડો.સ્મિતાબેન એ કેન્સર ડે નિમિતે આજે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું હતું. ડો.સ્મિતાબેન વનરા લીલા સર્કલ પાસે આવેલા સલોન ખાતેથી પોતાના માથાના વાળ ઉતરાવ્યા હતા અને અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વિગ બનાવવા માટે મોકલી આપશે. આમ, ડો.સ્મિતાબેન ગૌરવ સંવેદનાસભર કામ કરીને કેન્સર જાગૃતિમાં પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું.

કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા
ડો.સ્મિતાબેન વનરાએ જણાવ્યું હતું કે સૌંદર્યએ સ્ત્રીનું આભુષણ છે. આ આભુષણોમાં સ્ત્રીને પોતાના વાળ (કેશ) બેહદ પસંદ હોય છે. આજે 4થી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિતે કુ.સ્મિતા વનરા પોતાના કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા હતા. તેણીના પિતા નટવરલાલ દેશ-વિદેશમાં વૈધ તરીકેની ખ્યાતિ ધરાવે છે. અને અનેક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી છે. જેને લઈ તેમની દીકરી પણ કેન્સર પીડીત માટે પોતાના વાળની વિગ બનાવીને આપ્યા હતા.

દર્દીઓની કયારે પણ મજાક ન કરવી જોઈએ
ડો.સ્મિતાબેન વનરાએ જણાવ્યું હતું કે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ વડોદરા ખાતે બી.અને.વાય.એસ.ના અંતિમ ચોથા વર્ષમાં નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે કેન્સર પીડિત દર્દીને પોતાનું દર્દ મહેસુસ થાય તેવું દર્દ મારે પણ મહેસુસ કરવું છે તે દર્દીઓની કયારે પણ મજાક ન કરવી જોઈએ. 20 ડિસેમ્બર હું ડોનેટ કરવાની હતી પણ મારું પરિક્ષાને કારણે મેં મુલત્વી રાખ્યું હતું અને વાળએ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એજ સૌંદર્ય છે.

ડો. સ્મિતા નેચરોપથીના વિદ્યાર્થિની
પિતા નટવરલાલ દેશ-વિદેશમાં વૈધ તરીકેની ખ્યાતિ ધરાવે છે. અને અનેક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી છે. માતા-પિતાના સદગુણો અને સંસ્કાર વારસો તેમના સંતાનોમાં આવતો હોય છે. સ્મિતાબેન વનરા નટવરલાલના નાના દીકરી છે અને વડોદરા ખાતે નેચરોપથી કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થિની છે.

અન્ય સમાચારો પણ છે...