ભાવનગર / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભાવનગર નિલમબાગ પેલેસની માટી અને જળના કુંભ રવાના

ભાવનગરના નિલમબાગથી માટી અને જળ મોકલવામાં આવ્યા
X

  • ભાવનગર રાજવી પરિવારની હાજરીમાં પૂજન વિધિ કાર્યક્રમ યોજાયો હતો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 07:57 PM IST

ભાવનગર. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન અયોધ્યા રામમંદિરનું નિર્માણ કાર્ય હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં દેશભરના પવિત્રસ્થાનોની માટી અને જળનો તેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પવિત્ર મંદિરના પાવન કામમાં દેશને પ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગર સ્ટેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજવી પરિવારના નીલમબાગ પેલેસની માટી અને જળના કુંભીની આજે પૂજન વિધિ કરી અયોધ્યા રવાના કરવામાં આવ્યા હતા.

ગોહિલવાડનો પવિત્ર સ્થાનોમાં સમાવેશ એ જ ગોહિલવાડ માટે ગૌરવની બાબત
દેશના 562 રજવાડાને એક કરી અખંડ  ભારત માટે સૌપ્રથમ પોતાનું રજવાડું અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી ગોહિલવાડનો પવિત્ર સ્થાનોમાં સમાવેશ એ જ ગોહિલવાડ માટે ગૌરવની બાબત છે. અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા રામમંદિરના નિર્માણની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. આ મંદિરમાં દેશના અનેક પવિત્ર સ્થાનોની માટી અને જળનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે અહીંની માટી અને જળને ત્યાં લઈ જવા માટે ખાસ પૂજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મહારાજા વિજયરાજસિંહજી, યુવરાજ જયવીરરાજસિંહજી અને રાજ પરિવાર તેમજ સંતો અને પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને RSSના અગ્રણીઓ જોડાયા હતા .
(ભરત વ્યાસ, ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી