ક્રિકેટ:નૈરોબીમાં ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગરના એઝાઝે 48 દડામાં 117 રન ફટકાર્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટઇન્ડીઝના સ્મીથે કર્યા મોં-ફાટ વખાણ

ભાવનગરના ધુંઆધાર બેટર એઝાઝ કોઠારીયાએ કેન્યાના નૈરોબીમાં રમાઇ રહેલી સ્વામિનારાયાણ પ્રો ટી-20 ક્રિકેટ લીગમાં સ્ફોટક બેટિંગ વડે 48 દડામાં અણનમ 117 રન જૂડી કાઢ્યા છે.નૈરોબીની ક્રિકેટ લીગમાં પ્લે માસ્ટર્સ વોરિયર્સના 178 રન સામે હરિઓમ ટાઇટન્સની ટીમે 14.5 ઓવર્સમાં 4 વિકેટે 180 રન બનાવીને મેચ જીતી લીધી હતી. એઝાઝ કોઠારીયાએ 10 ચોક્કા અને 9 છગ્ગાની મદદથી અણનમ 117 રન ફટકારી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરૂ પાડ્યુ હતુ.

અગાઉ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એઝાઝ કોઠારીયાએ મહાદેવ સ્ટ્રાઇકર્સ સામે 36 દડામાં 8 ચોક્કા અને 4 છગ્ગાની સહાયતાથી 73 રન ફટકાર્યા હતા. વેસ્ટઇન્ડીઝના ઇન્ટરનેશનલ ક્રિકેટર અને એક જ ટીમ વતી રમી રહેલા વાઇને સ્મીથે કહ્યું હતુકે, એઝાઝ કોઠારીયા ભરોસાપાત્ર ક્રિકેટર છે, જે મેચને ગમે ત્યારે પોતાની ટીમની તરફેણમાં ફેરવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...