તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજય:અન્ડર-19 ક્રિકેટમાં બોટાદ સામે ભાવનગરનો 218 રને વિજય, ભાવનગરના કર્ણવ રાઠોડના 46 બોલમાં 87 રન

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 50 ઓવર્સમાં ભાવનગર સિટીના 339 રનના જવાબમાં બોટાદની ટીમ 121 રને ઓલ આઉટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અન્ડર-19 આંતર જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગર સિટીએ આજે આયોજિત પ્રથમ મેચમાં બોટાદની ટીમ સામે 218 રને પ્રભાવી જીત મેળવી શાનદાર આરંભ કર્યો છે. ભાવનગર સિટીએ પ્રથમ બેટિંગ લઇ 50 ઓવર્સમાં 339 રન બનાવ્યાના જવાબમાં બોટાદની ટીમ માત્ર 121 રને તંબુ ભેગી થઇ જતાં ભાવનગર સિટીની ટીમનો આસાન વિજય થયો હતો.

ભાવનગર ખાતેના સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના મેદાન ખાતે ખેલાયેલી આ મેચમાં પ્રથમ દાવ લેતા ભાવનગર સિટીની ટીમે શાનદાર બેટીંગ દર્શાવ્યું હતુ. જેમાં ઓપનર પૃથ્વી ચૌહાણે 31 અને દીપ બારૈયાએ 86 રન બનાવ્યા હતા. અંતિમ તબક્કામાં બેટીંગ હીરો રહેલા કર્ણવ રાઠોડે 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે માત્ર 47 બોલમાં 87 રન ઝૂડ્યા હતા. આ ધમાકેદાર પર્ફોર્મન્સને લીધે ભાવનગરની ટીમે 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 339 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં બોટાદની ટીમે નબળી શરૂઆત કર્યા બાદ એક પણ વખત મોટી ભાગીદારી ન કરી શકતા માત્ર 36.5 ઓવરમાં 121 રને ઓલ આઉટ થઇ ગયા હતા. બોટાદ વતી દિવ્યરાજ ચુડાસમા 59 રન નોંધાવી નોટ આઉટ રહ્યા હતા. ભાવનગર વતી યુવરાજ સિંહોલ અને મયુર મકવાણાએ ત્રણ-ત્રણ વિકેટ તેમજ હિતેન કણબીએ બે વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો