શહેરના વડવા વિસ્તારમાં રહેતા અને ઈકો ગાડી ભાડે રાખી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા યુવકને બગોદરા નજીક ભામસરા ગામ પાસે અકસ્માત નડ્યો હતો જેમાં યુવકનું મોત થયું હતું. બનાવ અંગે બરવાળા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજે સવારે 7 વાગ્યાના અરસમાં બાવળા તાલુકાના ભામસરા ગામ પાસે આવેલી ગ્રેઈનસ્પાન ન્યુટ્રીશન કંપની બહાર પાર્ક કરેલા કંટેનર ટ્રક નં. જીજે-01-બીવી-1096ની પાછળ ઈકો કાર નં. જીજે-04-સીજે-2993 ઘુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઈકો કારના ડ્રાઈવર મોહિત શશીકાંતભાઈ ગોહિલ (ઉ.વ. 37, રહે. ફુલસર ઈન્દીરા આવસાના મકાનમાં, મુળ રહે. જાલમસિંહનો ખાંચો, વડવા)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
બનાવની જાણ થતાં બગોદરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી બગોદરા સરકારી દવાખાને ખસેડી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગતો પ્રમાણે મૃતક મોહિતભાઈ ભાડેથી ગાડી લઈને ડ્રાઈવિંગનું કામ કરતા હતા. શરૂ ગાડીએ માવો બનાવતા હોવાથી સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો અને ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.