તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાઇનફ્લુ:કચ્છ જઈ પરત ફરેલા ભાવનગરના યુવાનનનુ સ્વાઇનફ્લુથી મોત, બે દર્દીઓને રજા અપાઇ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્વાઇનફ્લુથી દર્દીનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

છેલ્લા બે મહિનાથી કોરોના મહામારીનું સંક્રમણ ક્રમશ ઘટી રહ્યું છે, ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લુના ત્રણ કેસમાં નોંધાયા છે. ત્રણ પૈકી પ્રથમ બે કેસમાં દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરતા હોસ્પિટલમાંથી રજા અપાઈ ચુકી છે. જ્યારે તાજેતરમાં વિઠલવાડીના યુવાનનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. જેમની ટ્રાવેલ હિસ્ટ્રી કચ્છની છે.

આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ, શહેરના વિઠલવાડી વિસ્તારમાં રહેતા અને કચ્છ ગયેલા યુવાનને પરત ફર્યા બાદ તાવ આવતા રિપોર્ટ કરતા સ્વાઇનફ્લુ પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. આથી પુનિત નર્સિંગ હોમમાં સારવાર માટે દાખલ કરાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે પાનવાડી સ્થિત બજરંગદાસબાપા હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સતત તબિયત લથડતા ગત 31મીએ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

સ્વાઇનફ્લુથી દર્દીનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને યુવા દર્દીના પરિવારજનોના ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી આરોગ્ય વિષ્યક પગલાંઓ ભરવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ સ્વાઇનફ્લુ શ્વાસો શ્વાસથી થતી બીમારી છે, ચેપી રોગ ગણાય છે. જોકે, કોવિડ કરતા સંક્રમણ પ્રસરવાની તિવ્રતા ઓછી હોય છે.

અન્ય સમાચારો પણ છે...