તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:ભાવનગરના યુવા ક્રિકેટર-RRના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ પિતાને ગુમાવ્યા, કહ્યું- IPLની કમાણીથી પિતાની સારવાર થતી હતી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં 11 દિવસથી કોરોનાની સારવાર થઇ રહી હતી
  • આઇપીએલમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા ભાઈનું નિધન થયું હતું
  • ચેતનને પરિવારમાં ભાઈ બાદ હવે પિતાની છત્રછાયા ગુમાવી

ભાવનગરના વરતેજના કોળી સમાજના યુવાન ચેતન સાકરીયા આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટિમમાં સિલેક્ટ થયો છે. ચેતનને પરિવારમાં ભાઈ બાદ હવે પિતાની છત્રછાયા ગુમાવી છે. આમ ટૂંકા ગાળાના સમયમાં ભાઈ અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. નોંધનનીય છેકે, તાજેતરમાં ચેતન સાકરિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા કોરોના સંક્રમિત થયા હોવાની મને થોડા દિવસ પહેલા જાણ થઇ હતી. હું ભાગ્યશાળી છું કે રાજસ્થાનની મેનેજમેન્ટે મને સમયસર પગાર ચૂકવ્યો હતો. મેં આ ધનરાશિને પરિવાર સુધી પહોંચાડી હતી. જેથી પિતાની સારવારમાં તેનો ઉપયોગ કરી શકાય.

આઇપીએલમાં રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન મળ્યું હતું
ભાવનગરના ચેતન સાકરીયા વરતેજ ગામનો રહેવાસી અને નવ યુવાન જેને હમણાં જ આઇપીએલમાં રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન મળ્યું હતું, આઇપીએલમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું હતું અને જ્યારે એ આઇપીએલમાં કેટલીક મેચ રમીને ખુબજ સુંદર પ્રદર્શન કરી ચુક્યો છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેની બોલિંગના વખાણ કરી ચુક્યા છે.

ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી
ચેતન સાકરીયાના પિતાનાનો રિપોર્ટ આઠ દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેના પિતાને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ તબિયત લથડતા આજ રોજ સવારે તેમનું મોત નીપજ્યું હતું. હાલ અત્યારે ઘરમાં તેને કોઈ મોભીનો સહારો રહ્યો નથી એટલે કે તેના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરીયા​​​​​​નું નિધન થયું છે. ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી. પિતાના અવસાન બાદ ચેતન સાકરીયા પર કોરોનાએ ચાબુક મારીને જીવનના સફરમાં માત્ર હવે મોભી તરીકે તેના મામાનો સહારો રહ્યો છે.

ચેતનના પિતા કાનજીભાઈને છેલ્લા 11 દિવસથી કોરોના સંક્રમણ હતુ. અને અંતે સારવાર કરવા છતાં કાનજીભાઈનો જીવ લેવામાં કોરોના સફળ થયો છે. ચેતનએ નાનપણમાં સિદ્ધિ હાંસલ તો કરી છે. કોરોનાએ ચેતન સાકરીયાના સ્વપ્નને રોળી નાખ્યું છે.

IPL સ્થગિત થશે તો મને આર્થિક દૃષ્ટિએ ઘણું નુકસાન પહોંચશેઃ સાકરિયા
ચેતને તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા લોકો કહેતા હતા કે IPL રદ્દ થવી જોઈએ પરંતુ હું કઈંક કહેવા માંગુ છું, મારા પરિવારમાંથી હું એકલો જ રોજી-રોટી કમાઈ શકું એમ છું. ક્રિકેટ જ મારી કમાણીનો એક માત્ર સોર્સ છે. IPLની કમાણી થકી હું મારા પિતાને સૌથી સારી સારવાર આપી શકું એમ છું. જો આ ટૂર્નામેન્ટ એક મહિના માટે નથી થતું, તો મને આર્થિક દૃષ્ટીએ ઘણું નુકસાન પહોંચશે. હું એક ગરીબ પરિવારથી આવું છું. મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે અને IPLએ મારી આખી જીંદગી બદલી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...