તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનેકટીવીટી:ભાવનગરથી મુંબઇ માટે નવી જળ અને હવાઇ સેવા મળશે

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • હવે ઘોઘા થી મુંબઇ તમારી કારને જહાજમાં મુકી રોપેકસ દ્વારા જઇ શકાશે: ટેન્ડર મંગાયા
 • ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પૂના, દિલ્હી માટેની હવાઇ સેવા 1 મે થી શરૂ થશે
 • હજીરા બાદ ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ સેવાનું ટેન્ડર બહાર પડાયુ : સ્પાઇસ જેટ નવી ચાર ફલાઇટ શરૂ કરશે

ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પુના અને દિલ્હી માટેની હવાઇ સેવા આગામી મહિનાથી શરૂ થવા જઇ રહી છે. હાલ ભાવનગરથી મુંબઇ વચ્ચે દૈનિક એક ફ્લાઇટ અને ભાવનગરથી સુરત વચ્ચે અઠવાડીયામાં 4 દિવસ ફ્લાઇટ ચાલે છે. તમામ 4 રૂટ માટે સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા 78 બેઠકની ક્ષમતા વાળા બોમ્બાર્ડિયર પ્લેન ફાઇવવામાં આવ્યા છે.પ્રસ્તાવિત સમય પત્રક અનુસાર મુંબઇથી સવારે 6.30 કલાકે ફ્લાઇટ ઉપડી અને ભાવનગર ખાતે 7.30એ આવી પહોંચશે. ત્યારબાદ આ પ્લેન ભાવનગરથી હૈદરાબાદ જશે અને હૈદરાબાદથી ભાવનગર આવશે. બપોરે 3 કલાકે ભાવનગરથી મુંબઇ જવા માટે ઉપડશે. ભાવનગરથી પૂના માટેની ફ્લાઇટ બપોરે 1 કલાકે ઉપડશે. જ્યારે દિલ્હીથી સવારે 6 કલાકે પ્લેન ઉપડી અને ભાવનગર ખાતે 7.30 કલાકે આવી પહોંચશે, અને ભાવનગરથી 8 વાગે ઉપડી અને દિલ્હીમાં 10 કલાકે પહોંચી જશે.

ભાવનગર-પૂનાની ફ્લાઇટને ઉડાન તળે રાખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે અને તેનો શરૂઆતનો ટિકિટનો દર 2500 રહેશે, અને બાદમાં વધુ થતો જાય છે. જ્યારે દિલ્હી માટેની ફ્લાઇટનો શરૂઆતનો ટિકિટ દર રૂ.4500થી છે જે ટિકિટની ઉપલબ્ધતા પ્રમાણે વધતો જશે.મોટા શહેરોથી ભાવનગર માટે હવાઇ સેવા ઉબલબ્ધ બનાવવા માટે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ તથા ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા પણ પરીણામલક્ષી પ્રયત્ન થયા હતા.

ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી જબ્બર સફળતા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી શરૂ કરાશે.મુંબઇના જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) દ્વારા ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી શરૂ કરવા માટે ફેરી ઓપરેટરના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઘોઘા અને જેએનપીટી ખાતે રો-પેક્સ જહાજના બર્થિંગ-અનબર્થિંગ, જેટી, ટર્મિનલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર હવે આ રૂટ પર જળપરિવહન શરૂ કરવાની રાહ હતી. ઘોઘાથી મુંબઇ વચ્ચેનું સડકમાર્ગનું અંતર 620 કિ.મી. છે અને આ અંતર કાપવા માટે મુસાફરોને 12થી 13 કલાકનો સમય લાગે છે. જ્યારે જળમાર્ગે આ બંને પોર્ટ વચ્ચેનું અંતર 243 નોટિકલ માઇલ છે.

અને જહાજને 10 નોટિકલ માઇલની સ્પીડથી ચાલે તો 10 કલાક લાગે તેમ છે.ભાવનગર, અમરેલી જિલ્લાના યાત્રિકો માટે સડક માર્ગને બદલે જળમાર્ગનો વિકલ્પ ખુલ્યો છે, જેના વડે તેઓ ઘોઘાથી મુંબઇની જળમુસાફરી કરી શકશે અને તેમાં મુસાફરો ઉપરાંત કાર, બસ, ટ્રક જેવા વાહનો પણ જઇ શકે તેવી જહાજની રચના હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર હવે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત સાથે ટુંકા માર્ગથી જોડાઇ જશે. દક્ષિણ ભારત સાથે વ્યવસાયના વ્યવહારો માટે માલપરિવહન માટે સડક માર્ગ ઉપર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોઅે આધાર રાખવો પડતો હતો. હવે ઘોઘાથી ટ્રક શિપમાં ચડાવીને ડ્રાયવર આરામ કરી શકે છે અને મુંબઇ ટ્રક અનલોડ કર્યા બાદ આગઇની મુસાફરી માટે ફ્રેશ હોવાથી આસાનીથી તેઓ કામગીરી પણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો