તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 9થી 12ના ઘટતા પુસ્તકો આખરે ભાવનગરને આજે મળશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરના 7 શાળા વિકાસ સંકુલમાં આજે ધો.9થી 12માં ઘટતા પુસ્તકો મળી જશે તેવો સંદેશો મળ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં શાળાઓ શરૂ થયાને બે માસથી વધુ સમય વિતી ગયો છતાં ખાસ તો ધો.9થી 12ના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. આ મામલે તા.10 ઓગસ્ટને મંગળવારે સૌરાષ્ટ્ર સમાચારમાં સમાચાર પ્રકાશિત થયા બાદ શિક્ષણ તંત્ર સફાળું બેઠુ થયુ છે અને આવતી કાલ તા.12 ઓગસ્ટ સુધીમાં ભાવનગરના પાઠ્યપસ્તકો જે બાકી છે તે મળી જશે તેમ એસવીએસ સંચાલકોને જણાવ્યું છે.

ધો.11-12 સાયન્સ જેવા અગત્યના ધોરણના વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકને બાદ કરતા અન્ય એકેય પુસ્તકો મળ્યા નથી. બીજી બાજુ ઓનલાઇનની સાથે હવે તો હાઇસ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થઇ ગયું છે. આ ઉપરાંત ધો. 9 અને ધો.10માં પણ જે મુખ્ય પાંચ પુસ્તકો ગણાય તે પુરા નથી મળ્યા

.ધો.9 અને ધો.10માં સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પુસ્તકો મળ્યા ન હોવાની ફરિયાદ મળી રહી છે. હવે શિક્ષણ વિભાગ અને સાથે પાઠ્યપુસ્તક મંડળ જાગ્યુ છે. આવતી કાલ સુધીમાં ભાવનગરના 7 શાળા વિકાસ સંકુલને ઘટતા પુસ્તકો મળી જશે તેમ સંદેશો મળ્યો છે.

આ વર્ષે તો યોજના ફ્લોપ સાબિત
અગાઉના વર્ષોમાં પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકલન સાધીને આયોજન કરતા ઉનાળુ વેકેશનમાં જ પુસ્તકો ફાળવી અપાતા હતા. પણ આ વખતે પૂરતા આયોજનના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે. સમયસર પુસ્તકો ન મળતા કેટલાય વિદ્યાર્થીઓએ બજારમાંથી ગાંઠનું ગોપીચંદન કરીને પુસ્તકો ખરીદી લેવાની ફરજ પડી છે. આથી આ વર્ષે તો સરકારની યોજનાનો હેતુ માર્યો ગયો છે.

અન્ય સમાચારો પણ છે...