આનંદોત્સાહ:દીપોત્સવીના પ્રકાશ પર્વે ઇલેક્ટ્રિક રોશનીથી ઝળહળશે ભાવનગર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરંપરાગત માટીના કોડિયા અને દિવાની જ્યોતની સાથોસાથ એલ.ઈ.ડી. ઈલે.રોશનીનો વધેલો ટ્રેન્ડ

આનંદ અને ઉલ્લાસનું મહા પર્વ એટલે દીપોત્સવી પર્વ. કાળઝાળ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગત વર્ષે કોરોનાનો કહેર રહ્યો હોવા છતાં દીપોત્સવી પર્વને ભારે આનંદોત્સાહથી ઉજવણી થશે. તેમાં પણ દીપોત્સવી તો પ્રકાશનું પર્વ હોય ઘર હોય કે બજાર, સરકારી ઇમારતો હોય કે શોપીંગ મોલ વિ. ઇલ.રોશનીથી ઝળહળશે.

આ દિવાળીમાં આપણા ઘરમાં ઝગમગ થતી મીણબત્તીઓ આપણા ઘરને આ વખતે વધારે રોશન કરશે. આ મીણબત્તીઓ ભલે વીજળીથી ચાલતી હોય પરંતુ પ્રાકૃત્તિક મીણબત્તીઓની જેવી જ દેખાય છે. એલઈડી આપણે ઘર અને રૂમને વધુ શોભાવશે. બજારમાં હવે ઇલે. ક્ષેત્રે વધારે પ્રોડક્ટ ચાઈનીઝ છે જ્યારે એલઈડીટી ઈન્ડિયન છે. આ બધાની ખાસિયત એ છે કે, વીજળીનો વપરાશ બહુ ઓછો થાય છે.

બજારમાં એલઈડીટી, ઓપ્ટિકલ ફાઈબર ટ્રી અને ક્રિસ્ટલ દીવાની પ્રોડક્ટ આવી છે. જે આ દિવાળીમાં આપણા ઘરને વધુ શોભાવશે. પહેલી વખત એવા ટમટમના ઈલેક્ટ્રીક દીવા આવ્યા છે. જે પારંપારિક માટીના દીવાનો અહેસાસ કરાવે છે. મીણબત્તીઓની બરોબરીમાં ઈલેક્ટ્રીક, મીણબત્તઓ આપણા ઘરને શોભાવવાની સાથે સાથે સુગંધ પણ ફેલાવશે. વીજળીની વપરાશ સાથે પરવડે તેવા દરમાં વેચાય રહી છે દુકાનો પર ઝગમતી ઝાલર અને મીણબત્તીઓ ગ્રાહકોને આકર્ષે છે. બજારમાં હવે જમાનો એલઈડીની પ્રોડક્ટનો છે. એનાથી જ્યાં વીજળીની બચત થઈ શકશે.

રંગો રેલાવતા બલ્બની બોલબાલા
બજારમાં એલઈડી ટ્રીની બોલબાલા છે. અલગ-અલગ રંગોમાં આ રોશનીના વૃક્ષ આપણા ઘરમાં કુદરતી છોડોના આભાસ કરાવે છે. રંગબેરંગી ચમકની સાથે તેમના પાનના રંગો પણ મિનિટમાં બદલાતા રહે છે. આની સાથે, ઓપ્ટિકલ ફાઈબર ટ્રી પણ રૂમમાં પ્રકાશ ફેલાવે છે. દૂર જોઈએ તો આ ટ્રી એકદમ નાના છોડ જેવા છે. જેમાં પાના અને ફળીમાં નાના બલ્બ લગાવેલા હોય જે અલગ-અલગ રંગમાં ઝગમગે છે. શીશા બોલનું બજારમાં વેચાણમાં થઈ રહ્યું છે. શીશા બોલમાં રંગના અનેક રંગો નીકળે છે. આપણા ઘર-દિવાલને રંગીન બનાવશે.

કઇ કઇ ચીજોની રહેશે બોલબાલા
ફાઉન્ટેન, ઝુમર , ડિઝાઇનર બલ્બ, ઈલેક્ટ્રીક સીરીઝ, એલઈડી ટ્રી (રોશની વૃક્ષ), ઓપ્ટીકલ ફાઈબર ટ્રી, એલઈડી બોલ, લેસર લાઈટ, ઈલેક્ટ્રીક મીણબત્તી.

અન્ય સમાચારો પણ છે...