આ રહ્યો હિસાબ:ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી 53 કરોડના માલિક, પશ્ચિમ બેઠકના કોંગ્રી કિશોરસિંહ ગોહિલની સંપત્તિ પણ 9 કરોડ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર પશ્ચિમ બેઠકના ઉમેદવારોની સંપત્તિની. ભાવનગર ગ્રામ્યમાં ભાજપમાંથી પરસોત્તમ સોલંકી, કોંગ્રેસમાંથી રેવતસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીમાંથી ખુમાણસિંહ ગોહિલ મેદાને છે. જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક ભાજપમાંથી જીતુ વાઘાણી, કોંગ્રેસમાંથી કિશોરસિંહ કુંભાજી ગોહિલ અને આમ આદમી પાર્ટીમાંથી રાજુ સોલંકી સામ સામે છે.

પરસોત્તમ સોલંકીની સંપત્તિ 53 કરોડ
ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીની સંપત્તિ 53 કરોડ 52 લાખ 8 હજાર 999 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલની કુલ સંપત્તિ 2 કરોડ 35 લાખ 90 હજાર 86 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખુમાણસિંહ ગોહિલની કુલ સંપત્તિ 6 લાખ 94 હજાર 500 રુપિયા છે.

જીતુ વાઘાણી 8 કરોડના માલિક
​​​​​​​ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીની સંપત્તિ 8 કરોડ 1 લાખ 51 હજાર 575 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ કુંભાજી ગોહિલની કુલ સંપત્તિ 9 કરોડ 81 લાખ 64 હજાર 133 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીની કુલ સંપત્તિ 20 લાખ 40 હજાર 191 રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...