ઉમેદવારી પત્ર:ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ સભા યોજ્યા બાદ ફોર્મ ભર્યું

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ ભારતીબેન શિયાળ, કોળી સમાજના આગેવાન દિવ્યેશ સોલંકી, મેયર, શહેર પ્રમુખ, સાધુ-સંતો તથા ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા

દરેક રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોને નામની જાહેરાત થઈ ગયા બાદ ઉમેદવારો દ્વારા તેમના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે ભાવનગર ની પશ્ચિમ વિધાનસભા બેઠક પર જીતુ વાઘાણીએ જંગી સભા ની સંબોધન કર્યા બાદ તેનો ઉમેદવારો ફોર્મ ભર્યું હતું.

જિલ્લામાં સાત બેઠક માંથી છ બેઠકના નામ જાહેર
ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને મોટાભાગની રાજકીય પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ફરી એક વાર જીતુ વાઘાણીની પસંદગી ઉતારવામાં આવી છે.

તેમની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
આજે જીતુ વાઘાણીએ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં જંગી જાહેર સભા યોજી અને તેમની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આજે જીતુ વાઘાણીની સભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં તેમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધન કર્યા બાદ જીતુ વાઘાણીએ મહાનગરપાલિકા કચેરી ખાતે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...