કોરોના અપડેટ:ભાવનગર ફરી એકવાર કોરોનામુક્ત થયો, સાતમાં દિવસે કેસ ન નોંધાતા રાહત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 298 દર્દીઓનું અવસાન થયા

ભાવનગરમાં આજે એક દર્દી ડિસ્ચાર્જ કરતા આજે ફરી એક વખત ભાવનગર જિલ્લા કોરોનામુક્ત થયો હતો, ભાવનગર જિલ્લામાં સતત સાતમાં દિવસે એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા રાહત થઈ હતી.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 1 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 468 થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ ન નોંધાતા રાહત થઈ હતી, જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 468 કેસ પૈકી હાલ 0 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...