કોરોના વાઇરસ / ભાવનગરની સર્વોત્તમ ડેરીના કર્મચારીઓએ એક દિવસના પગાર સહિત રૂ. 40 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા

સર્વોત્તમ ડેરી દ્વારા 40 લાખનો ચેક અપાયો
સર્વોત્તમ ડેરી દ્વારા 40 લાખનો ચેક અપાયો
કલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં સઘન ચેકીંગ
કલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં સઘન ચેકીંગ
પ્રતિબંધિત વિસ્તારોમાં બેનર મુકવામાં આવ્યા
પ્રતિબંધિત વિસ્તારોમાં બેનર મુકવામાં આવ્યા
X
સર્વોત્તમ ડેરી દ્વારા 40 લાખનો ચેક અપાયોસર્વોત્તમ ડેરી દ્વારા 40 લાખનો ચેક અપાયો
કલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં સઘન ચેકીંગકલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં સઘન ચેકીંગ
પ્રતિબંધિત વિસ્તારોમાં બેનર મુકવામાં આવ્યાપ્રતિબંધિત વિસ્તારોમાં બેનર મુકવામાં આવ્યા

  • ભાવનગર સર.ટી હોસ્પિટલમાં 13 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેના તમામ રિપોર્ટ નેગેટિવ

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 07:28 PM IST

ભાવનગર. ભાવનગર જિલ્લા દુઘ ઉત્પાદન સંઘ સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે કોરોના વાઇરસની મહામારીને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં  રૂ. 4038999 આપ્યા હતા. જેમાં રૂ.11 લાખ જિલ્લા દુઘ ઉત્પાદન સંઘ, સર્વોત્તમ ડેરી સાથે સંયોજીત દૂઘ મંડળી દ્વારા રૂ.2731299 સર્વોત્તમ કર્મચારીઓની ધીરાણ ગ્રાહક મંડળી દ્વારા રૂ. 11000 અને સર્વોત્તમ ડેરીના કર્મચારીઓએ એક દિવસના પગારના રૂ. 2 લાખ મળી કુલ 4038999 રૂપિયા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે. આજે ભાવનગરમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 4742065 અને વડાપ્રધાન રાહત ફંડમાં 1લાખ મળી આજ સુધીમાં રૂ. 38275797 ફંડ મળ્યું છે.

ભાવનગરમાં પોઝિટિવ કેસ વઘુ માત્રામાં જે વિસ્તારમાંથી મળી આવ્યા છે તેને મહાનગરપાલિકાએ પ્રતિબંધત વિસ્તારોને જાહેર કર્યા છે. વડવા અને સાંઢીયાવાડ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર મહાનગરપાલિકાએ જાહેર કર્યા અને બેનર લગાવી આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે તેવી સુચના લખવામાં આવી છે. આ વિસ્તારોમાં ફોગીંગ, દવા છંટકાવ અને સેનેટાઈઝર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.ભાવનગરમાં જાહેર કરવામાં આવેલ કલસ્ટર ક્વોરન્ટીન ઝોનમાં સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. 
આરોગ્ય ટીમ દ્વારા ઝોનમાં પ્રત્યેક નાગરિકની ચકાસણી કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં 370 પોલીસ કર્મચારીની આરોગ્ય તપાસ કરાઇ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્રારા આ મહામારીના સમયમાં આરોગ્ય સેવાઓ આપવા કટિબદ્ધ છે. અલગ અલગ 12 જેટલી અગત્યની સેવાઓ આ સમયમાં આપવામાં આવી રહી છે. ભાવનગરમાં લોકોના જાન માલની સુરક્ષા સતત સેવા બજાવતા પોલીસ અધિકારીઓ,કર્મચારીઓની આરોગ્ય તપાસ  કરવામાં આવી રહી છે અને સાથે તેમના સુધી માસ્ક અને નાના પોકેટમાં રહી શકે તેવા સેનેટાઈઝર પણ આપવામાં આવી રહ્યા છે. ઇફેક્ટેડ વિસ્તારોમાં સેવા આપી રહેલી પોલીસ વેનને ફિમીગેટ પણ કરવામાં આવી રહી છે. રેડક્રોસની આરોગ્ય ટીમ સતત સવારથી મોડી સાંજ સુધી અલગ અલગ આરોગ્ય સેવાઓ આપી રહી છે. હાલમાં આ કાર્યવાહી હજુ ચાલી રહી છે. આજ સુધી કુલ 370 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ટ્રાફિકના જવાનો અને બ્રિગેડના જવાનોની તપાસ કરવામાં આવી છે

(ભરત વ્યાસ, ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી