TRB જવાનનો આપઘાત:ભાવનગર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર શહેરની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારના શિવાજી સર્કલ પાસે રામાપીરના મંદિરના ખાંચામાં રહેતા અને ભાવનગર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ મોરીએ આજે પોતાના ઘર પર કોઈ કરાણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. TRB જવાનના આપઘાતના કારણે ટ્રાફિક શાખામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધર્મેન્દ્રસિંહના અકાળે અવસાનના પગલે પત્નીએ પતિની અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...