આગ ઓકતી ગરમી:ભાવનગરમાં આજે રેકોર્ડ બ્રેક 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં અવિરત વૃદ્ધિ
  • શહેરમાં ભર બપોરે કુદરતે કરફ્યૂ લાદ્યો હોય એવો માહોલ જોવા મળ્યો

ભાવનગરમાં આજે રેકોર્ડ બ્રેક 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સિઝનનું સૌથી વધુ તાપમાન આજે નોંધાયું હતું. આ વર્ષે ઉનાળાની સિઝન ગોહિલવાડ વાસીઓને લાંબા સમય સુધી યાદ રહે એવી યાદગીરીનું સંભારણું આપવા ઉનાળાએ મક્કમ નિર્ધાર કર્યો હોય તેમ ઉનાળાનો ઉતરાર્ધ લોકો માટે ખરેખર કસોટી કારક સાબિત થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ મહત્તમ તાપથી કોઈ જ રાહતના અણસાર સુધ્ધાં જોવા ન મળતા લોકો કાળજાળ ગરમી તડકાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આજે બુધવારે ભાવનગરમા રેકોર્ડ બ્રેક 44.5 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.

ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ચામડી દઝાડતો તાપ અને સૂર્યાસ્ત બાદ મધરાત સુધી અનુભવાઈ રહેલી લૂ લોકો ઝડપથી ભૂલી નહીં શકે ! રાજ્યમાં વૈશાખ માસે ઉનાળાની સિઝનનો અંતિમ માસ ગણાય છે અને આ માસમાં સૂર્યનારાયણ રૌદ્ર રૂપે કોપાયમાન રહે છે. આમ હાલની સ્થિતિ જોતાં સરેરાંશ 22 થી 25 દિવસ ઉનાળાનો કપરો કાળ કાઢવો બાકી રહ્યો છે. ભાવનગરમા ભર બપોરે કુદરતે કરફ્યૂ લાદ્યો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે તો મોડી રાતે પણ ગરમ લૂ ના મોઝા થી લોકો અકળાઈ ઉઠ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...