તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્નિવલ:ભાવનગર 26 ફેબ્રુઆરી યોજાશે ત્રિદિવસીય 'તખ્તેશ્વર કાર્નિવલ'

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર્નિવલમાં કરાશે ભાવેણાના ગૌરવની ઉજવણી
 • સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વોલ પેઈન્ટીંગના કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં કાર્યરત તક્ષશીલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય કાર્નિવલનું આયોજન કરાયું છે.ત્રિદિવસીય કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા અભિયાન,વોલ પેઇન્ટિંગ,વૃક્ષારોપણ મહારાજા તખ્તસિંહજીના જીવન પર પરિચય વક્તવ્ય સહિત ના કાર્યક્રમો યોજાશે

તક્ષશીલા ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2008-09થી ભાવનગર ખાતે શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃતિઓ સાથે ભાવેણાના વિકાસ માટે કાર્યરત છે. ભાવનગરની કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા સંસ્થા દ્વારા અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. કોરોના કાળના કપરા સમય બાદ સંસ્થા દ્વારા આ વર્ષે સામાજિક જવાબદારી ના ભાગ રૂપે ભાવેણાના હાર્દ સમાન તખેશ્વર મહાદેવના મંદિર ખાતે તખેશ્વર કાર્નિવલ નું આયોજન કરવામાં આવેલ છે.

ત્રિદિવસીય કાર્નિવલના પ્રથમ દિવસે તખેશ્વર મંદિર તેમજ મંદિર ફરતા વિસ્તારને સ્વચ્છ કરવાની કામગીરી કારવામાં આવશે. જેમાં તક્ષશીલા સેનેટરી ઈન્સ્પેકટરના વિદ્યાર્થીઓ તેમજ સ્વયંસેવકો ભાગ લેશે. બીજા દિવસે શહેરના નામાંક્તિ લોકોના હસ્તે મંદિર પરિસરમાં વૃક્ષારોપણ સંકલ્પ કરવામાં આવશે . કાર્યક્રમના અંતિમ દિવસે ભાવનગર ના ઘરેણાં સમાન મહારાજા તખ્તસિંહજી એ નિર્માણ કરેલ તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવનગરના હેરિટેજ ક્લા સ્થાપત્યો અને ભગવાન શિવના જીવન પ્રસંગો નું વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે.

આ વોલ પેઇન્ટિંગ માં અમદાવાદ અને ભાવનગરના કલાકારો પાસેથી કી સ્કેચ અને અરજી મંગાવી 125 પસંદ કરાયેલ ચિત્રોને દીવાલ પર સ્થાન આપવામાં આવશે. તેમજ ભાવનગરને સાચા અર્થમાં આધુનિક બનાવનાર તખ્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવનાર મહારાજા શ્રી તખ્તસિંહજી ગોહિલ ના જીવન પર પરિચય વક્તવ્ય યોજાશે.

ભાવેણાના ગૌરવની આ ત્રિદિવસીય ઉજવણીમાં જોડાવા માંગતા કલાકારો , સ્વયંસેવકો તેમજ ભાવનગર ના નાગર જનોને સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ છે. સૌ ભાવેણા વાસીઓ આ ત્રિદિવસીય કાર્નિવલમાં જોડાઈ અને સૌ સાથે મળી ભાવેણાના ગૌરવની ઉજવણી કરે તેવો તક્ષશીલા દ્વારા અનુરોધ કરાયેલ છે. વોલ પેઇન્ટિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 1.તખતેશ્વર મહાદેવ/ભગવાન શિવના પ્રસંગો, 2.ભાવનગરના સ્થાપત્યો ( હેરિટેજ ) આ બે માંથી કોઈ એક થીમ પર કી સ્કેચ તૈયાર કરી નીચે આપેલ નંબર પર સંપર્ક કરી કી સ્કેચની હાર્ડ કોપી પહોચાડી પોતાનું નામ નોંધાવાનું રહેશે. પ્રણવ અંધારિયા : 8511000190 આરતી પાઠક : 9924173527 કોમલભાઈ રાઠોડ : 9426149442 જતીન વાજા : 9429220599 વિશાલ લાખાણી : 8154995584 વૈભવ ગોહિલ : 8460604943 વોલ પેઇન્ટિંગ માટે રજીસ્ટ્રેશન વહેલા તે પહેલા ના ધોરણે કરવામાં આવશે. કી સ્કેચની હાર્ડ કોપી પહોચડવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી, 2021 રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો