ઉજવણી:ભાવનગરમાં મે-જુન દરમિયાન નહેરૂ, વીર સાવરકર, મહારાણા પ્રતાપ સહિત 8 જયંતિ ઉજવાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયારબંધી અંગે જાહેરનામુ બહાર પડાયુ

આગામી મે-જુન દરમિયાન નહેરૂ અને વીર સાવરકર તથા મહારાણા પ્રતાપ સહિત જુદી જુદી આઠ જયંતિઓ આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટે હથિયારબંધી અંગે એક જાહેરનામુ બહાર પાડેલ છે.

આગામી મે-2022 - જુન-2022નાં માસ દરમિયાન તા.27-5-22નાં રોજ નહેરૂ પુણ્ય તિથિ, તા.29-5-22નાં રોજ સંત જ્ઞાનેશ્વર જ્યંતિ, તા.30-5-22નાં શનિદેવ જ્યંતિ, તા.2-6-22નાં મહારાણા પ્રતાપ જ્યંતિ, તા.5-6-22નાં વીર સાવરકર જ્યંતિ, તા.10-6-22નાં રોજ ગાયત્રી જ્યંતિ તથા તા.12-6-22નાં વટ સાવિત્રી વ્રત તથા તા.14-6-22નાં કબીરદાસ જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવાશે.

આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતું જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂં બહાર પાડવુ જરૂરી છે. અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા.24-6-22 સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...