તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:પાંચ વર્ષમાં ભાવનગર ગુજરાતનુ સૌથી હરીયાળુ શહેર બનશે :ગ્રીનસિટી દ્વારા 25 હજાર વૃક્ષોનુ વાવેતર કર્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ રોડ અને રબ્બર ફેકટરીથી માધવ દર્શન રોડ બન્યા હરીયાળા

કલાનગરી ભાવનગર કલાક્ષેત્રની સાથે સાથે હવે લીલોતરી અને હરીયાળી ક્ષેત્રે પણ ગ્રીનસિટી બની ગયુ છે. ઉદ્યોગપતિ અને ગ્રીનસિટી સંસ્થાના દેવેનભાઇ શેઠ દ્વારા આજ સુધી શહેરમાં 25000 જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરી તેની કાળજી લઇ તેમની મહેનતથી વૃક્ષોનો ઉછેર કરી તેને મોટા કર્યા છે.

આપણુ ભાવનગર સમગ્ર રાજયમાં દરેક ક્ષેત્રે આગળ પડતુ છે. કલાનગરી ભાવનગર કલાક્ષેત્રે તો આગળ જ છે. પરંતુ હવે લીલોતરી, હરીયાળી ક્ષેત્રે પણ ગુજરાતનુ નં.2 ગ્રીનસિટી બની ગયુ છે. 5 જુનથી 2011થી સ્થપાયેલ ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઇ શેઠે વન મેન શોની જેમ એકલા હાથે આજ સુધીમાં શહેરમાં આશરે 25000 જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરી તેની અંગત કાળજી લઇ સ્વ મહેનતથી વૃક્ષોનો ઉછેર કરી તેને મોટા કર્યા છે. દેવેનભાઇ જાતે રોજ 1 કલાક સવારે છોટા હાથી ટેમ્પો લઇને વૃક્ષોને પાણી પાવા જાય છે. ઉનાળાના ચાર મહિના તો રોજના 3 થી 4 કલાક વૃક્ષોને પાણી પાવામા સમય આપે છે. તેમની આ તન, મન અને ધનથી પર્યાવરણ માટેની સેવા હવે ભાવનગરમાં હરિયાળી રૂપે રંગ લાવી રહી છે. શહેરનો એરપોર્ટ રોડ તથા રબ્બર ફેકટરીથી માધવ દર્શનનો રોડ તો હરીયાળીના બેનમુન નમુના સમાન બની ગયા છે. ગ્રીનસિટીના તમામ સભ્યો ભાવનગરને નં.1 હરીયાળુ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉદ્યોગપતિ, ડોકટરો, વકિલોનો ફાળો
દેવેનભાઇ શેઠે જણાવ્યુ હતુ કે આવતા 5 વર્ષમાં ભાવનગર ગુજરાતનુ સૌથી વધુ હરિયાળુ શહેર હશે. કોર્પોરેશન તરફથી ખૂબજ સહકાર મળી રહ્યો છે. ગ્રીનસિટીમાં ભાવનગરના ઉદ્યોગપતિ, વેપારીઓ, ડોકટર્સ તથા વકીલોએ પણ મોટી રકમનુ અનુદાન આપી ગ્રીનસિટીના કાર્યમાં ફાળો આપ્યો છે.

વૃક્ષારોપણ દાન આપવા સંપર્ક કરવો
જન્મ દિન, લગ્ન પ્રસંગ કે સ્મૃતિમાં ભાવનગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ કરવા 9879511350 પર સંપર્ક કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો