તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar Taluka Has The Highest Number Of Vaccinations At 84% In First Dose And Gariadhar At Only 45%, While 62% People In The District Are Protected From The First Dose Of Corona.

વિશેષ:ભાવનગર તાલુકામાં પ્રથમ ડોઝમાં સર્વાધિક 84 ટકા અને ગારિયાધારમાં માત્ર 45 ટકા વેક્સિનેશન, જિલ્લામાં 62% લોકો કોરોનાના પ્રથમ ડોઝથી રક્ષિત

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં હવે કોરોના રસીકરણની ઝડપ વધી છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ લક્ષ્યાંક 13,46,824 સામે કુલ 8,37,574 લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જો કે હજી 5,09,250 લોકો પ્રથમ ડોઝના રસીકરણથી વંચિત છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ રસીકરણ ભાવનગર તાલુકામાં થયુ છે. ભાવનગર તાલુકામાં કુલ રસીકરણના લક્ષ્યાંક 1,06,038 સામે અત્યાર સુધીમાં 88,955 લોકોને રસીકરણ થઇ ગયું હોય પ્રથમ ડોઝમાં 84 ટકાને આવરી લેવાયા છે.

હવે આ તાલુકામાં 17,083 લોકો રસીકરણમાં બાકી હોય આ માસમાં ભાવનગર તાલુકામાં પ્રથમ ડોઝમાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી જશે. સમગ્ર જિલ્લામાં રસીકરણમાં સૌથી નબળો દેખાવ ગારિયાધાર તાલુકાનો છે. જ્યાં કુલ લક્ષ્યાંક 99,362 પૈકી માત્ર 45,041 લોકોએ જ પ્રથમ ડોઝ લેતા માત્ર 45 ટકા રસીકરણ થયું છે. આથી આ તાલુકાઓમાં રસીકરણની ઝડપ વધે તે અત્યંત આવશ્યક છે.

તાલુકા વાઇઝ રસીકરણ

તાલુકોલક્ષ્યાંકપ્રથમ ડોઝટકાવારી
ભાવનગર1,06,03888,95584 ટકા
ગારિયાધાર99,36245,04145 ટકા
ઘોઘા79,59254,03368 ટકા
જેસર53,70540,09975 ટકા
મહુવા3,05,5771,92,49964 ટકા
પાલિતાણા1,57,93787,88156 ટકા
સિહોર1,67,89396,91158 ટકા
તળાજા2,32,7981,46,84163 ટકા
ઉમરાળા78,44741,81953 ટકા
વલ્લભીપુર70,47543,49562 ટકા
જિલ્લો13,46,8248,37,57462 ટકા

31%એ બન્ને ડોઝ લઈ લીધા
કોરોના રસીકરણ અંતર્ગત ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કુલ લક્ષ્યાંક 13,46,824નો છે અને તે સામે કુલ 8,37,575 લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને આ પ્રથમ ડોઝ લઇ લીધા બાદ આ 8,37,575 પૈકી 2,63,835 એટલે કે 31 ટકાએ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...