આજે ટેકનોલોજી ડે:તકનિકી ક્ષેત્રે કાઠુ કાઢતા ભાવનગરના વિદ્યાર્થીઓ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના ભાવિ ઈજનેરોએ ગૃહ ઉપયોગીથી લઈને પરિવહન સુધીના સંશોધન કર્યા

આવતી કાલ 11 મેને બુધવારે ટેકનોલોજી દિવસની ઉજવણી કરાશે. માનવીના રોજબરોજના જીવનમાં વિજ્ઞાન કેટલું ઉપયોગી છે તેનું મહત્વ સમજાવતો આ ટેકનોલોજી દિવસ છે. વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ વધે તેવો પણ હેતુ આ દિવસની ઉજવણી પાછળ જોડાયેલો છે.

ભાવનગરમાં સરકારી અને ખાનગી ઇજેનરી કોલેજોના વિદ્યાર્થીઓ ટેકનોલોજીના સથવારે લોકોને ઉપયોગી શોધ સંશોધન કરીને સમાજમાં ઉપયોગી પ્રદાન આપી રહ્યાં છે. આ ભાવિ ઇજનેરો ગૃહ ઉપયોગીથી લઇને વિકલાંગો માટે ઉપયોગી સાધનોનું સંશોધન કર્યું છે.

ભાવનગરમાં પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તાજેતરમાં જ સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકલાંગો માટે આધુનિક ટ્રાઇસિકલ બનાવી હતી. 11 મે ના આ જ દિવસે 1998માં રાજસ્થાનના પોખરણ ખાતે અણું પરીક્ષણ કરીને ભારત દેશે અણુંશક્તિમાં સિદ્ધિ મેળવી હતી.

તાજતેરમાં સરકારી ઇજનેરી કોલેજમાં 450 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર અને ડીજીટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી ડિગ્રી એંજીનીયરીંગના અંતિમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ બ્રાન્ચના કુલ 200થી વધુ સંખ્યામાં પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાયા હતા.

જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર મોડ્યુલર સ્વેપેબલ બેટરી સિસ્ટર આધારિત ઈલેક્ટ્રિક ટ્રાઇસિકલ બની રહી હતી. વિદ્યાર્થીઓએ વિકલાંગ લોકો માટે ઈલેક્ટ્રિક ટ્રાઇસિકલ બનાવી છે, જેથી તેઓને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ મળી શકે.

વિદ્યાર્થીઓએ ભાવનગરના અમુક ગામોમાં દાતાઓની મદદથી 5 સાઇકલ દાન કરી ચૂક્યા છે. આ સાઇકલ એવી રીતે બનાવવામાં આવી છે કે એક ચાર્જમાં લગભગ 45 કિમીની મુસાફરી કરી શકે છે અને તેને ફુલ ચાર્જ થવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે.

ખાનગી ઇજનેરી કોલેજ પણ આગળ
જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ પણ સ્માર્ટ હાઉસ, ચોરી ન થાય તેવી સુવિધા, વિવિધ એડવાન્સ ટેકનોલોજીના મશીન ઉપરાંત આ જ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી એન્વાયર્મેન્ટલી સસ્ટેઈનબલ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે.

પેવર બ્લોક બનાવવા માટે સિમેન્ટ , ફ્લાઈ એશ અને રેતીના બદલે અનસેગ્રીગેટેડ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ દાણાનો ઉપયોગ કરીને એન્વાયર્મેન્ટલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે. હાલમાં ઉપયોગમાં લેવાતાં કોંક્રિટ પેવર બ્લોક જેટલી મજબૂતાઈ વિદ્યાર્થીઓએ બનાવેલા પેવર બ્લોકની છે અને કોસ્ટ ઓછી છે.વજન પણ કોક્રીટ પેવર બ્લોક કરતા ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...